સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

ચકચારી નિખિલ દોંગા ફરાર કેસમાં જેતપુર ભાજપના આગેવાન અને બે પોલીસ કર્મીઓના જામીન નામંજૂર

ભુજ કોર્ટમાં ઓનલાઈન સુનાવણી દરમ્યાન વિપુલ સંચાણીયા, સસ્પેન્ડેડ પીએસઆઈ ગાગલ, એએસઆઈ લંગાની જામીન અરજી નામંજૂર

ભુજ :  ભુજની જી.કે. જનરલ હોસ્પીટલમાંથી પોલીસ જાપ્તામાંથી ગુજસીટોકના ગુનાનો આરોપી નિખિલ દોંગા નાસી ગયેલ હોઇ તે બાબતે રજીસ્ટર કરવામાં આવેલ  ભુજ શહેર બી.ડીવી. પો.સ્ટે.પાર્ટ એ ગુ.ર.નં-460/2021 ઈ.પી.કો.કલમ 221, 223, 224, 225, 120 (બી),328,465,468  તથા પ્રિજન એકટ કલમ 42,43,45 ની પેટા કલમ 12 મુજબના ગુનાના કાવતરામા સામેલ અને મદદગારી કરનાર  પંદર આરોપીઓને અટક કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા તમામ આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામા આવેલ. તે પૈકી જે તે સમયે  કેદી જાપ્તામાં ફરજ બજાવનાર આરોપી (1) રમેશભાઈ ભારમલભાઇ ગાગલ (પી.એસ.આઇ.- હાલ ફરજ મોકુફ) રહે. ભુજ તથા (2) અલીમામદ ઓસમાન લંગા (એ.એસ.આઇ.- હાલ ફરજ મોકુફ) રહે. ભુજ તથા ગુનાહિત કાવતરામાં મદદગારી કરનાર (3) વિપુલભાઇ દિનેશભાઇ સંચાણીયા  રહે. જેતપુર જી રાજકોટનાઓએ   રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવા નામદાર સેશન્સ કોર્ટમાં અરજી કરેલ. આ અરજીની ઓનલાઇન હીયરીંગ દરમ્યાન તપાસ કરનાર અમલદાર જે.એન.પંચાલ નાયબ પોલીસ અધિક્ષક, ભુજ વિભાગ દ્વારા કરવામાં આવેલ સોગંદનામું  તથા તે ઉપરથી જિલ્લા સરકારી વકીલશ્રી કલ્પેશ ગોસ્વામી દ્વારા કરવામા આવેલ રજુઆતો ધ્યાને લઈ આજ રોજ નામદાર ત્રીજા  એડીશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજશ્રી, ભુજ કચ્છ દ્વારા ઉપરોકત ત્રણેય આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામા આવેલ છે.

(9:37 pm IST)