સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st May 2021

પોરબંદર બાર એસો. ના ઉપપ્રમુખ ભરત લાખાણી ની મુખ્યમંત્રી ને લેખિત રજુઆત

પોરબંદર કોરોના વિસ્ફોટ થયેલ હોય જિલ્લા કલેક્ટર મોદી સ્થિતિ પર કાબુ મેળવવા સક્ષમ ન હોય તેની બદલી કરી કાર્યક્ષમ અધિકારીની નિમણૂક કરવા માંગણી

પોરબંદર : પોરબંદર જિલ્લા બાર એસો. ના ઉપપ્રમુખ ભરતભાઇ લાખાણીએ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને એક પત્ર પાઠવીને પોરબંદર જિલ્લા કલેક્ટર વહિવટીય બાબતોના કામ માટે સક્ષમ ન હોય હાલની કોરોના મહામારીને ધ્યાનમાં લઈ તેની જગ્યાએ કુશળ વહીવટી અધિકારીની નિમણૂક કરવા અને હાલના કલેક્ટરની બદલી કરવાની માંગણી કારેલ છે.

પત્રમાં ભરાતભાઈએ જણાવેલ છે હાલ કોરોનાની મહામારી વચ્ચે બેડ, ઈન્જેકશન- ઓક્સિજન પ્રશ્ને લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. સારવાર માટે દર્દીઓ અહીં તહીં ભટકી રહ્યા છે. શહેરોમાં કોરોનાનો આંકડા સાચા જાહેર કરાતા નથી. પરંતુ નામદાર ગુજરાત હાઇકોર્ટ ના આદેશ પછી એકાએક કોરોનાના કેસો વધવા લાગેલ અગાઉ પોઝિટિવ દર્દીના પણ સાચા આંકડા ન બતાવવા પોઝિટિવ દર્દીઓ બહાર ફરતા પોરબંદર જિલ્લામ કોરોના સંક્રમણ વધ્યાંનું જણાવ્યું છે.

હાલ પોરબંદરમાં કોરોના કેસો વધી રહ્યા હોય હાલના કલેક્ટર મોદી આ પરિસ્થિતિ પર કાબુ મેળવી શકે તેમ ન હોય પ્રજા ની વચ્ચે સામાજિક સંસ્થાઓ , વેપારી સંગઠનો સાથે વચ્ચે રહી કોરોના પર કાબુ મેળવી શકે. તેવા કાર્યક્ષમ અધિકારીની કલેક્ટર તરીકે નિમણૂક ઝકરવા રજૂઆતની અંતે ભારપૂર્વક જણાવ્યું છે.

(9:39 pm IST)