સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st April 2023

વાંકાનેરમાં શ્રી પાર્થધ્‍વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમો

શ્રીમદ્‌્‌ ભાગવત જ્ઞાન પારાયણ મહોત્‍સવ સર્વજ્ઞાતિય સમુહ લગ્ન-સમુહ યજ્ઞોપવિત સંસ્‍કાર આયોજન

(મહમદ રાઠોડ દ્વારા) શ્રી પાર્થેશ્વર મહાદેવની અસીમ કૃપાથી પરમ ભકતરાજ શ્રી પાર્થધ્‍વજ હનુમાનજી મહારાજના આશીર્વાદથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા. ૧૪-૪-ર૦ર૩ ને શુક્રવારથી તા. ર૦-૪-ર૦ર૩ ગુરૂવાર દરમ્‍યાન યોજેલ છે. તેમજ તા. ર૧-૪-ર૦ર૩ શુક્રવારના દિવસે ૧૮મો સર્વજ્ઞાતિય સમુહ લગ્ન તથા સમુહ યજ્ઞોપવિત સંસ્‍કર વિધિનું આયોજન કરેલ છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ વ્‍યાસાસને દેશ-વિદેશમાં પ્રસિધ્‍ધ સાધ્‍વીજી સરસ્‍વતીગીરીજી માતાજી (ગુરૂદત્ત ગિરનારી આશ્રમ, કામઢીયા) રસપ્રદ શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે.

કથાનો સમય સવારે ૯.૩૦ થી ૧ર-૩૦, બપોરે ૩-૩૦ થી ૬-૩૦ કલાકે રહેશે.

કથામાં તા. ૧૪-૪-ર૦ર૩ પોથીયાત્રા, ભાગવત મહાત્‍મય બપોરે ૩ કલાકે, તા. ૧પ-૪-ર૦ર૩ ધૃવ ચરિત્ર, પ્રહલાદ ચરિત્ર, તા. ૧૬-૪-ર૦ર૩ સતી પ્રાગટય, વામન પ્રાગટય, તા. ૧૭-૪-ર૦ર૩ શ્રી રામચંદ્ર પ્રાગટય બપોરે ૧ર-૦૦ કલાકે, નંદ મહોત્‍સવ સાંજે પ કલાકે, તા. ૧૮-૪-ર૦ર૩ શ્રી ગોવર્ધન પૂજા સાંજે, તા. ૧૯-૪-ર૦ર૩ રૂક્ષ્મણી વિવાહ, તા. ર૦-૪-ર૦ર૩ સુદામા ચરિત્ર, પરીક્ષીત મોક્ષની કથા, પૂર્ણાહૂતિ થશે.

ભાગવત સપ્તાહના મુખ્‍ય યજમાન ધર્મેન્‍દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (પ્રમુખશ્રી તાલુકા પંચાયત, વાંકાનેર) છે.

અઢારમો સર્વજ્ઞાતિય (હિન્‍દુ મુસ્‍લીમ) સમુહ લગ્નોત્‍સવ તા. ર૧-૪-ર૦ર૩ શુક્રવાર જેમાં ૧૧ નવદંપતિ પ્રભુતામાં પગલા પાડશે. લગ્નોત્‍સવ શાષા પરંપરાગત વિધિથી શ્રી ગાયત્રી પરિવાર, વાંકાનેર દ્વારા સંપન્‍ન થશે. સર્વજ્ઞાતિય સમુહ યજ્ઞોપવિત સંસ્‍કાર તા. ર૧-૪-ર૦ર૩ શુક્રવારે યોજાશે.

જેમાં શ્રી ગણેશ સ્‍થાપન સવારે ૬ કલાકે, જાન આગમન સવારે ૭ કલાકે, યજ્ઞોપવિત સંસ્‍કાર સવારે ૭-૩૦ કલાકે, હસ્‍ત મેળાપ સવારે ૯ કલાકે, આશીર્વચન સવારે ૧૧ કલાકે, ભોજન સમારંભ બપોરે  ૧૧-૩૦ કલાકે, જાન વિદાય બપોરે ર કલાકે યોજાશે.

સમુહ લગ્નોત્‍સવ, યજ્ઞોપવિત, અન્‍ય કાર્યક્રમો શ્રી વૃંદાવન ધામ, શ્રી પાર્થધ્‍વજ હનુમાનજી મંદિર, ગૌશાળા, રોડ, જકાત નાકા પાસે, વાંકાનેર ખાતે યોજાશે.

ભાવિકોને લાભ લેવા કૈલાસધામ શ્રી પાર્થધ્‍વજ હનુમાનજી મંદિર, જીનપરા, ગૌશાળા, રોડ, વાંકોનર મો. ૯૮૭૯૮ ૩૯ર૬૦, ૯૯૭૮પ ૪પ૬ર૦, મો. ૯૯૦૪૮ ૩૧૮રપ, શ્રી પાર્થધ્‍વજ હનુમાનજી યુવક મંડળ, જીનપરા, વાંકાનેર, મો. ૯રર૮૧ ૯૭ર૪૬, ૯૭ર૬ર ર૪૮૦૮, મો. ૯૯૦૪૮ પ૩૩૮૮ આમંત્રણ પાઠવ્‍યું છે.

(3:06 pm IST)