સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st April 2023

જેતપુરના થોરાળામાં મોમાઇ માતાજીનો ર૬મો પ્રાગટય મહોત્‍સવ-નવચંડી યજ્ઞ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧ :.. તાલુકાના થોરાળા ગામે મોમાઇ માતાજીનો પ્રાગટય મહોત્‍સવ દર વર્ષે ધામધુમથી ઉજવાય છે. જે પરંપરા મુજબ રાણા ભગતના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૪-૪-ર૩ મંગળવારના રોજ ર૬મો પ્રાગટય મહોત્‍સવ અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ કલાકે મોમાઇ માતાજીનું સામૈયુ કરી ધ્‍વજારોહણ કરવામાં આવશે. ત્‍યારબાદ તમામ માતાજીના ભકતો માટે બપોરે ર વાગ્‍યા સુધી સમુહ પ્રસાદનું આયોજન કરાયુ છે. સાંજે પ-૩૦ કલાકે નવચંડી યજ્ઞનું બીડુ હોમાશે. યજ્ઞના આચાર્ય પદે ભદ્રેશ વ્‍યાસ તથા અલ્‍પેશ અદા બિરાજશે. સાંજે ૭ થી ૯ પ્રસાદ બાદ ૯ કલાકે ભવ્‍ય લોક ડાયરો યોજાશે જેમાં લોક ગાઇકા હેતલબેન વાઢીયા, તેની કલા પીરસશે. રાત્રે ૧૦ વાગ્‍યે રામદેવ પીરના પાઠ ભોપાબાપુ (ગોમટા)ના આચાર્યપદે યોજાશે. આ પ્રસંગે તમામ મોમાઇ ભકતોને લાભ લેવા પધારવા જય મોમાઇધામ થોરાળાના રાણા ભગત, મોમેશભાઇ તથા મોમાઇ પરીવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(1:52 pm IST)