સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st April 2023

સોમવારે ગોંડલનાં ઉમવાડામાં મેલડી માતાજીનો નવરંગ માંડવો

ગોંડલ  તા. ૧ : . સોમવારે તા. ૩ ના રોજ મોટા ઉમવાડા ગામે મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન થયું છે. મેલડી માતાજીના નવરંગ માંડવામાં શુભ અવસર પર સ્‍નેહી મીત્રો તથા ભુવા મંડળ સહિત માતાજીના મહામુલ દર્શન મંડપનો લાભ લેવા તેમજ મહાપ્રસાદનો લાભ લેવા જાહેર આમંત્રણ છે.

આ માંડવામાં સંધાવાળી મેલડી મા ના ભુવા શ્રી અશોકભાઇ ઓધડભાઇ મકવાણા, મોટા ઉમવાડા તથા થાંભલી રોપણ તા. ૩-૪-ર૩ સોમવારે સવારે ૮ વાગે ભુવાશ્રીનું સામૈયુ સવારે ૯ કલાકે ભોજન પ્રસાદ બપોરે ૧૧-૩૦ થી રાત્રે ૧૧-૩૦ તો દરેક ધર્મપ્રેમી જનતાને લાભ લેવા આયોજકોએ આમંત્રણ પાઠવેલ છે.

(1:50 pm IST)