સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st April 2023

અખિલ ગુજરાત સિપાહી સમાજ સંચાલિત રાજકોટ ખાતે હોસ્‍ટેલનું સંગે બુનિયાદ દાદાબાપુ હસ્‍તે કરવામાં આવશે

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧: અખિલ ગુજરાત સિપાહી સમાજની ટીમ સાવરકુંડલા પીર સૈયદ દાદાબાપુ કાદરી પાસે હસ્‍તે જૂન મહિનામાં સિપાહી સમાજનું હિસ્‍ટેલ બનાવવા માટે દાદાબાપુના વરદ હસ્‍તે સંગે બુનિયાદ કરવા આવશે તે અંગેની તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે.

અખિલ ગુજરાત સિપાહી સમાજ સાર્વજનિક ટ્રસ્‍ટ સંચાલિત જામનગર રોડ ઉપર આવેલ જમીનમાં સિપાહી સમાજની એક અદ્યતન હોસ્‍ટેલ બનાવવાનું નક્કી કરવામાં આવેલ તે સંદભે અખિલ ગુજરાત સિપાહી સમાજની ટીમ સાવરકુંડલા ખાતે પીર સૈયદ દાદાબાપુ કાદરીની મુલાકાત લીધી હતી અને આવતા જૂન માસમાં સિપાહી સમાજની હોસ્‍ટેલ બનાવવા માટે પીર સૈયદ દાદાબાપુ કાદરીના હસ્‍તે હોસ્‍ટેલનું સંગેબુનિયાદ કરવામાં આવશે તે અંગેની ભારે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવેલ છે.

અખિલ ગુજરાત સિપાહી સમાજના હોદેદારો અને દાદાબાપુ વચ્‍ચે એવી ચર્ચા કરવામાં આવેલ કે હોસ્‍ટેલ કેટલા માળનું બનાવવામાં આવશે ? કેટલી કિંમતનું ? કેવી કેવી સુવિધા ઓ ઉપલબ્‍ધ વિગેરે પ્રકારની મહત્‍વપૂર્ણ અને ઊંડાણપૂવર્ક ચર્ચાઓ કરવામાં આવેલ હતી દાદાબાપુની દુઆઓ સાથે રાજકોટ મુકામે સિપાહી સમાજ માટે એક અદ્યતન સુવિધા સફર હોસ્‍ટેલ બનાવવામાં આવશે તેમજ સિપાહી સમાજની પ્રગતિ વિકાસ અને તરકી થવાને હવે દિવસો દૂર નથી તે બાબતે અખિલ ગુજરાત સિપાહી સમાજના પ્રમુખ રશીદભાઈ કાજી, મહિલા પ્રમુખ શહેનાજબેન બાબી, મહામંત્રી હનીફભાઈ ખોખર, અખિલ ગુજરાત સિપાહી સમાજના પૂર્વો ઉપપ્રમુખોમાં રફીકભાઈ મોગલ ઈકબાલ ગોરી, ઇબ્રાહિમભાઈ કુરેશી, સીદીકી સાહેબ, અમરેલી જિલ્લા સિપાહી સમાજના પ્રમુખ સલીમભાઈ કુરેશી, જમાલભાઈ મોગલ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:34 pm IST)