સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 1st April 2023

પૂ. મોરારીબાપુ તલગાજરડામાં જેકી શ્રોફ અને રામાયણ સિરીયલના લક્ષ્મણને એવોર્ડ આપશે

ચિત્રકુટધામમાં ૪ થી ૬ એપ્રિલ દરમિયાન શ્રી હનુમાન જન્‍મોત્‍સવ : ગુરૂવારે એવોર્ડ વિતરણ સમારંભ : સંજય ઓઝા (અવિનાશ વ્‍યાસ એવોર્ડ), વૃંદાવન સોલંકી (કૈલાસ લલિતકલા એવોર્ડ), અજીત ઠાકોર (વાચસ્‍પતિ (સંસ્‍કૃત) એવોર્ડ), ડો. નિરંજના વોરા (ભામતી, (સંસ્‍કૃત) એવોર્ડ), સ્‍વ. કિશનભાઈ ગોરડિયા (સદ્દભાવના એવોર્ડ) , ચંપકભાઈ એલ. ગોડિયા (ભવાઈ નટરાજ એવોર્ડ), અમિત દિવેટિયા (ગુજરાતી રંગમંચ, નાટક, નટરાજ એવોર્ડ),ᅠ સુનીલ લહેરી (હિન્‍દી ટીવી શ્રેણી,નટરાજ એવોર્ડ), ઉસ્‍તાદ ફઝલ કુરેશી (તબલાં તાલવાદ્ય, હનુમંત એવોર્ડ), પંડિત રાહુલ શર્મા (સંતુર, શાષાીય વાદ્યસંગીત, હનુમંત એવોર્ડ),પંડિતᅠઉદય ભવાલકર (શાષાીય ગાયન-હનુમંત એવોર્ડ)ને અપાશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧ : આગામી તારીખ ૪-૫-૬ એપ્રિલ દરમ્‍યાન શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે પૂજય મોરારિબાપુના સાનિધ્‍યમાં શ્રી હનુમાન જન્‍મોત્‍સવ ઉજવવામાં આવશે. પ્રતિવર્ષ યોજાતા હનુમાન જન્‍મોત્‍સવના કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે વિવિધ ક્ષેત્રના તેર મહાનુભાવોની એવોર્ડથી વંદના કરવામાં આવશે.ᅠ ᅠ ᅠ ᅠ ᅠ

જેમાં ૧. સંજય ઓઝા (અવિનાશ વ્‍યાસ એવોર્ડ) ૨. વૃંદાવન સોલંકી (કૈલાસ લલિતકલા એવોર્ડ) ૩.અજીત ઠાકોર (વાચસ્‍પતિ (સંસ્‍કૃત) એવોર્ડ) ૪. ડો. નિરંજના વોરા (ભામતી, (સંસ્‍કૃત) એવોર્ડ) ૫. શ્રી સ્‍વ. કિશનભાઈ ગોરડિયા (સદ્દભાવના એવોર્ડ) ૬.ᅠચંપકભાઈ એલ. ગોડિયા (ભવાઈ નટરાજ એવોર્ડ) ૭.ᅠઅમિત દિવેટિયા (ગુજરાતી રંગમંચ, નાટક, નટરાજ એવોર્ડ) ૮.ᅠરામાયણ સિરીયલમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહેરી (હિન્‍દી ટીવી શ્રેણી,નટરાજ એવોર્ડ) ૯.ᅠજેકી શ્રોફ (હિન્‍દી ફિલ્‍મ-નટરાજ એવોર્ડ) ૧૦. વિદુષીᅠરમા વૈદ્યનાથન (ભરતનાટ્‍યમ,નૃત્‍ય, હનુમંત એવોર્ડ) ૧૧. ઉસ્‍તાદ ફઝલ કુરેશી (તબલાં તાલવાદ્ય, હનુમંત એવોર્ડ) ૧૨. શ્રી.પંડિત રાહુલ શર્મા (સંતુર,શાષાીય વાદ્યસંગીત, હનુમંત એવોર્ડ) ૧૩. પંડિત શ્રી ઉદય ભવાલકર (શાષાીય ગાયન-હનુમંત એવોર્ડ) મુખ્‍ય છે.ᅠ

આ ઉપરાંત તા. ૪ની રાત્રિએ ૮ વાગ્‍યે પંડિત શ્રી ઉદય ભવાલકર દ્વારા શાષાીય ગાયન રજુ કરવામાં આવશે. જેમાં શ્રી ચિંતન ઉપાધ્‍યાય(ગાયન) અને શ્રી પ્રતાપ અવાડ (પખાવજ) સંગતી કરશે. એ જ ક્રમમાં તા. ૫ ની રાત્રિએ ૮ વાગ્‍યે શાષાીય વાદ્યસંગીત શ્રેણી અંતર્ગત પંડિત શ્રી રાહુલ શર્મા દ્વારા સંતુરવાદન પ્રસ્‍તુત થશે.ᅠ ᅠ ᅠ

જેમાં ઉસ્‍તાદ ફઝલ કુરેશી સંગતિ કરશે. તા. ૬ એટલે હનુમાન જન્‍મોત્‍સવનો શુભ દિવસ. સવારે ૮.૩૦ કલાકે શ્રી ચિત્રકૂટધામ ખાતે સુંદરકાંડનો પાઠ થશે અને શ્રી હનુમાનજીની આરતી થશે. એ પછી વિદુષી શ્રી રમા વૈદ્યનાથન દ્વારા ભરતનાટ્‍યમ પ્રસ્‍તુત કરવામાં આવશે. ત્‍યારબાદ એવોર્ડ અર્પણવિધિ થશે અને અંતમાં હનુમાન જન્‍મોત્‍સવ સંદર્ભે પૂજય બાપુ દ્વારા પ્રાસંગિક અભિવ્‍યક્‍તિ કરવામાં આવશે. રાત્રિ કાર્યક્રમો શ્રી ચિત્રકૂટધામની યુ ટ્‍યુબ ચેનલ પર જોઈ શકાશે અને એવોર્ડ વિતરણ સમારોહનું આસ્‍થા ટીવી પર પ્રસારણ થશે.તેમ જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.

(12:11 pm IST)