સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st April 2020

જુનાગઢ પોલીસની અનેરી લોકસેવા

૭ જેટલા ભિક્ષુકોને વાળ-દાઢી કરાવી સ્નાન કરાવ્યું

ઉપરોકત તસ્વીરમાં ભિક્ષુકને સ્નાન કરાવી ભોજન કરાવતા પીઆઇ જયદેવ ગોસાઇ સહીતનો પોલીસ સ્ટાફ નજર ે પડે છે.(તસ્વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)(૬.૧૭)

જુનાગઢ તા.૧ : પોલીસ પ્રજાની મિત્ર છે એ ચરિતાર્થ કરતા અનેક કિસ્સાઓ જોવા મળે છે.ત્યારે લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે લોકો સતત ઘરમાં રહે તે માટે પોલીસ સતત બંદોબસ્ત જાળવી રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરી રહી છે.

જુનાગઢ રેન્જના ડીઆઇજી મનિન્દરપ્રતાપસિંહ પવાર અને એસપી સૌરભસિંઘની સુચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝનના ઇ.ચા.પીઆઇ જે.પી.ગોસાઇ અને સ્ટાફ દ્વારા ગઇકાલે પોલીસની કામગીરીને ચારચાંદ લાગે તેવુ કાર્ય કર્યુ હતું. કોઇપણ જાતની શરમ જાનય અનુભવ્યા વગર ૭ થી વધુ ભિક્ષુકોને શહેરમાંથી અલગ-અલગ સ્થળોએથી લાવી તેઓને વાળ કપાવી દાઢી કરાવી એ ડીવીઝનના ઇ.ચા. પીઆઇ જે.પી.ગોસાઇ અને સ્ટાફે સ્નાન કરાવી ભોજન પણ પોલીસ સ્ટેશન ખાતે કરાવ્યુ હતું અને માનવસેવા એજ પ્રભુસેવા સુત્ર ચરિતાર્થ કરાવી પોલીસ પ્રજાની મિત્ર છે. એ સાર્થક કરાવ્યું હતું આ કામગીરીને જુનાઢગની પ્રજાએ બિરદાવી પોલીસને સેલ્યુટ કરી હતી.

(1:16 pm IST)