સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st April 2019

વિરમગામમાં કબ્રસ્‍તાનની દિવાલ બાબતે ઠાકોર-મુસ્‍લિમ વચ્‍ચે જૂથ અથડામણ

બળ પ્રયોગ સામે પથ્‍થરમારોઃ પોલીસ વાહનોને નુકશાનઃ ધીંગાણામાં ૧૦ ને ઇજા પોલીસ દળ ગોઠવી દેવાયું: તનાવ ભરી શાંતિઃ તંત્ર સામે મહિલાઓના આક્ષેપ

વઢવાણ તા. ૧ :  વિરમગામમાં ઠાકોર સમાજ સાથે મુસ્‍લીમ સમાજને કબ્રસ્‍તાનની જમીન અને દિવાલ  બાબતમાં જુથ અથડામણ સર્જાવા પામેલ છે.

વિરમગામ પોલીસ દ્વારા તનાવ ફેલાય એવા પ્રયાસો હાથ ધરાયા હોવાના આક્ષેપો પોલીસ સામે કરવામાં આવ્‍યા છે. વિરમગામ પોલીસે મહિલા વૃધ્‍ધો બાળકો યુવાનો ઉપર લાઠીચાર્જ કરી અને લતામાં જ આવી માર માર્યો હોવાનું પણ કહેવાય છે.

પોલીસ વાહનો ઉપર ઉશ્‍કેરાયેલા ટોળાઓનો પથ્‍થરમારો થવાના કારણે પોલીસ વાહનોને પણ નુકશાન પહોંચ્‍યું છે. જયારે પોલીસ કર્મીઓ પણ પથ્‍થરમારામાં ભોગ બન્‍યા છે.

વિરમગામ તનાવ ભરી સ્‍થિત વચ્‍ચે હાલમાં શાંત માહોલમાં રહેલુ છે. તનાવ હોવાનું પણ જાણવા મળેલ છે અને વિરમગામ જુથ અથડામણ બાદ પોલીસ તંત્રના હવાલે હોવાનું જાણવા મળેલ છે.

મુસ્‍લીમ મહિલાઓ દ્વારા તેમના સ્‍વબચાવ માટે ઉશ્‍કેરાયેલા મુસ્‍લીમ મહિલાઓના ટોળાઓ દ્વારા પથ્‍થરમારો કરવામાં આવ્‍યો હતો.

આ ઘટનામાં મુસ્‍લીમ સમાજના વિસ્‍તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્‍યા છે.

પ્રાથમિક માહિતી અનુસારમાં રૈયાપુર દરવાજા બહારના ત્રણ રસ્‍તા આવેલા છે. જયાં ભઠ્ઠીપરા વિસ્‍તારમાં કબ્રસ્‍તાન સ્‍થળની જગ્‍યા અને દિવાલને લઇ બે જૂથો વચ્‍ચે ધિગાણુ ખેલાયુ છે. જેમાં ૧૦ વ્‍યકિતઓ ઘાયલ થયા છે.

ઇજાગ્રસ્‍તોને સારવાર માટે પ્રથમ વિરમગામ અને ત્‍યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્‍યા છે.

વિરમગામ પોલીસ દ્વારા આ લખાય છે ત્‍યારે સવારે ફરીયાદ લેવા માટે નનૈયા ભણતા આ મામલો વધુ ગરમાયો છે. ત્‍યારે અમદાવાદ પોલીસ સહિતના કાફલા મુસ્‍લીમ વિસ્‍તારોમાં ખડકાયા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યુ છે વધુ વિગતો મેળવાઇ રહી છે.

(11:43 am IST)