સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st March 2021

રાવલ નગર પાલીકાની ચુંટણીમાં ભાજપ પાસે ર૪ સીટ હતી હવે કેટલી મેળવશે? કાલે ફેંસલો

(જીતેન્દ્ર કોટેચા દ્વારા) રાવલ, તા., ૧: દેવભુમી દ્વારકા જીલ્લાની રાવલ પાલીકાની યોજાયેલ ચુંટણીમાં કુલ ૭૩.૭૮ ટકા જેવુ ધીંગુ મતદાન થયું હતું. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાવલમાં કુલ ૧૫૭૭૦ માંથી ૧૧૬૩૫નું મતદાન થયું હતું.

જેમાં વોર્ડ નં. ૧માં કુલ ૨૭૦૯ માંથી ૨૧૦૨નું મતદાન થયું હતું એટલે કે ૭૭.૫૯ ટકા મતદાન થયું હતું. વોર્ડ નં. રમાં કુલ ૩૦૨૫ માંથી ર૩૧૩નું મતદાન થયું હતું. જે ૭૬.૪૬ ટકા મતદાન થયું હતું. વોર્ડ નં. ૩માં કુલ ૨૫૨૩ માંથી ૧૮૫૦નું મતદાન થયું હતું. જે ૭૩.૩ર ટકા થાય છે.

વોર્ડ નં. ૪માં કુલ ર૭૬૧ માંથી ૧૮ર૧નું મતદાન થું હતું. જે ૬પ.૯પ ટકા થાય છે. વોર્ડ નં. પમાં કુલ ર૬૯૩માંથી ૧૮૮૯નું મતદાન થયું હતું. જે ૭૦.૧૪ ટકા થાય છે. વોર્ડ નં. ૬માં કુલ ર૦પ૯માંથી ૧૬૬૦નું મતદાન થયું હતું. જે ૮૦.૬ર ટકા થાય છે.

પાલીકામાં ચુંટણીની જાહેરાત થઇ ત્યારે તમામ ૨૪ સભ્યો ભાજપના હતા. માજી ધારાસભ્યશ્રી પબુભા માણેકના પ્રયાસોથી કોંગ્રેસના સભ્યો પણ ભાજપમાં ભળી જતા  રાવલ નગર પાલીકા ઇતિહાસમાં પ્રથમ વખત સમરસ બની હતી.

ચુંટણીમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત વ્યવસ્થા પરીવર્તન પાર્ટીએ પણ સારૂ એવું કાઢયું હતું.

આપ તથા એનસીપીએ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જેથી રાવલ નગર પાલીકાની ચુંટણી ખુબ જ રસપ્રદ અને રસાકસી વાળી બની હતી. ચુંટણી જાહેર થઇ ત્યારે ભાજપ પાસે ૨૪ સીટ હતી તેમાંથી કેટલી સીટ પુનઃ મેળવી શકે છે તે જોવુ રસપ્રદ રહેશે.

(1:31 pm IST)