સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st February 2023

ઝૂલતા પુલ કેસમાં સાત આરોપીઓની મોરબી કોર્ટમાં જામીન અરજી.

અજંતાના બે મેનેજર, ટિકિટ બારી ક્લાર્ક, સિક્યુરિટીસ હિતના સાત આરોપીઓએ પોતના વકીલ મારફતે જામીન અરજી કરતા કાલે સુનાવણી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જેલવાસ ભોગવી રહેલા નવ પૈકી સાત આરોપીઓએ ચાર્જશીટ રજૂ થયા બાદ આજે નામદાર મોરબી કોર્ટમાં જામીન મુક્ત થવા અરજી કરતા અદાલત દ્વારા આવતીકાલે સુનાવણી હાથ ધરવામા આવનાર છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં પોલીસ દ્વારા અજંતા ઓરેવા ગ્રુપના બે મેનેજર, ટિકિટબારી ક્લાર્ક, સિક્યુરિટી સહિતના નવ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યા બાદ આ ચકચારી કેસમાં હાઇકોર્ટ સુધી જામીન માટે કાનૂની લડત બાદ આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચ્યા બાદ ચાર્જશીટ રજૂ થવાને પગલે આજે નવ પૈકી સાત આરોપીઓ દ્વારા મોરબી કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી.
વધુમાં આજે સાત આરોપીઓમાં ઓરેવા ગ્રુપના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ, ટિકિટ બુકીંગ કલાર્ક અને સિક્યુરિટી ગાર્ડ મનસુખ ટોપીયા અને મહાદેવ સોલંકી, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મનસુખ ચૌહાણ દ્વારા પોતાના વકીલ મારફતે જામીન અરજી કરવામાં આવતા આવતીકાલે મોરબી કોર્ટ ધ્વરા જામીન અરજી અંગે સુનાવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે

   

(11:57 pm IST)