સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 1st February 2023

વેરાવળમાં ર૧ તોલા દાગીના અને રોકડની ચોરી જુના ભાગીદારે કરી'તી

લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે આરોપી આરીફ યુસુફભાઇ મુગલની ૬.૬પ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.૧ : વેરાવળ સીટી પો.સ્‍ટે. વિસ્‍તારમાં આવેલ અલીભાઇ સોસા. સોમનાથ ટોકીઝમાં રહેતા ફરીયાદી મહમદ હુસેન ફારૂકભાઇ અયબાણીનાઓનું પરીવાર લગ્ન પ્રસંગના કામે બહારગામ હોય તેમના ઘરમાંથી ર૧ તોલા સોનાના દાગીના તથા રોકડ રકમ રૂા.૧રપ૦૦૦ ના મુદ્દામાલની ઘરફોડ ચોરી થતા વેરાવળ સીટી પો.સ્‍ટે.માં ફરીયાદ થઇ હતી.

જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી મયંકસિંહ ચાવડા તથા ગીરસોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાએ આવા ચોરીના ગુન્‍હાઓ શોધી કાઢવા સુચના આપેલ હતી.

જે અનુસંધાને એલ.સી.બી.ના પો. ઇન્‍સ એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના માણસોની તેમજ તેત્રમ ટેકનીકલ ટીમના માણસોની જુદી જુદી ટીમો બનાવી ખાનગી બાતમીદારો, સીસીટીવી કેમેરા, ટેકનીકલ એનાલીસીસ, તેમજ અન્‍ય હયુમન સોર્સથી માહિતી એકત્રીત કરી રપ દિવસ સુધી સતત કાર્યશીલ રહી આ ગુન્‍હાનો ભેદ ઉકેલવા પ્રયત્‍નો કરવામાં આવેલ તે દરમ્‍યાન એલ.સી.બી.ના પો. સબ ઇન્‍સ વી.કે. ઝાલાની ટીમના એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર, રામદેવસિંહ જાડેજા તથા પો.હેડ કોન્‍સ.નરેન્‍દ્રભાઇ પટાટ તથા નટુભા બસીયા તથા ભાવેશભાઇ મોરી તથા પો.કોન્‍સ. વિનયસિંહ મોરીનાઓને ખાનગી બાતમીદારો દ્વારા આ ગુન્‍હા સંબંધી હકીકત મળતા તેનું ટેકનીકલ એનાલીસીસ નેત્રમ ઇન્‍ચાર્જ એ.એસ.આઇ. એમ.પી.ઝાલા તથા જુનીયર એન્‍જીનીયર વિશાલભાઇ ડાંગર તથા પો.કોન્‍સ.હીરાભાઇ વાળાની સંયુકત ટીમે કરી આપતા એકત્રીત થયેલ માહીતીના આધારે વેરાવળ મેરીટાઇમ બોર્ડની ઓફીસની બાજુમાં ગેઇટ પાસેથી નીચે જણાવેલ વિગત મુજબના ઇસમને પકડી પાડી આ ઘરફોડ ચોરીના ગુન્‍હાનો ભેદ ઉકેલી મહતમ મુદામાલ રીકવર કરવામાં આવેલ છ.ે

પોલીસે આરોપ આરીફભાઇ યુસુફભાઇ મુગલ ઉવ.૩૯, ધંધો વેપાર રહે. બહારકોટ લાબેલા રોડ શબાના કોમ્‍પલેક્ષ વેરાવળની કુલ મુદામાલ રૂા.૬૬૫૯૧૦/- સાથે ધરપકડી કરી છે.

આરોપી અગાઉ આ કામના ફરીયાદીના પિતા ફારૂકભાઇ સાથે આરબચોકમાં અનાજ કરીયાણાના ધંધામાં જુનો ભાગીદાર હોય ફરીયાદીના પરની નાણાકીય કેપેસીટીથી વાકેફ હોય તેમજ હાલમાં પણ ફરીયાદીના પિતા સાથે ઉઠક બેઠક કરતો હોય તે દરમ્‍યાન તેને જાણવા મળેલ કે આ પરીવારના સભ્‍યો લગ્ન પ્રસંગમાં બહારગામ ગયેલ હોય અને ઘરે રોકાયેલ ફરીયાદી તથા તેના પિતાની દુકાને જવાનો અને પાછા આવવાના સમયથી પોતે સારી રીતે વાકફ હોય ફરી, ના ઘરની રેકી કરી શુક્રવારના દિવસે નમાજ પઢવાના સમયે સોસાયટીના મોટાભાગના લોકો મસ્‍જીદમાં હોય સાંજના સમયે ફરીયાદીના ઘરમાં અગાસી વાટે પ્રવેશ કરી ખુલ્લો રહી ગયેલ ઉપરના દરવાજામાંથી ઘરમાં નીચે પ્રવેશ કરી કબાટના તાળા તોડી સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરેલ હતી.

 એલ.સી.બી પો.ઇન્‍સ  એ.એસ.ચાવડા, પો.સબ.ઇન્‍સ વી.કે.ઝાલા, એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર, લાલજીભાઇ બાંભણીયા, નરેન્‍દ્રભાઇ કછોટ, રામદેવસિંહ જાડેજા, મેસુરભાઇ વરૂ, પો.હેડ.કોન્‍સ. નરેન્‍દ્રભાઇ પટાટ, નટુભા બસીયા, ભાવેશભાઇ મોરી,ભુપેન્‍દ્રસિંહ ચાવડા, દેવીબેન રામ, પો.કોન્‍સ. વિનયભાઇ મોરી, વીરાભાઇ ચાંડેરા, રાજુભાઇ પરમાર, નેત્રમ ઇન્‍ચાર્જ મનીષાબેન ઝાલા, જુનીયર એન્‍જીનીયર વિશાલભાઇ ડાંગર, પો.કોન્‍સ હીરાભાઇ વાળા, તથા ટીમ વેરાવળ સીટી પો.સ્‍ટે. પો.સબ.ઇન્‍સ. એ.સી.સિંધવ તથા એ.એસ.આઇ. પીઠરામભાઇ માંગાભાઇ જેઠવા, પો.હેડ.કોન્‍સ મેરામણભાઇ શામળા એ કરી હતી.

(1:42 pm IST)