ગાંધીધામ પાલિકામાં હોબાળો : કોંગ્રેસી નગરસેવકોએ પ્રમુખના મોઢા ઉપર શાહી ફેંકી
ગટરલાઇનની માંગ સાથે મહિલાઓ ધસી આવી
(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧ : દેશનું નંબર વન કંડલા બંદર જયાં આવેલું છે તેવા રાજયના વિકસિત એવા ગાંધીધામ શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા વહીવટમાં તદ્દન નિષ્ફળ ગઈ છે.
ખુદ ભાજપના જ નગરસેવકોની નારાજગી બાદ હવે કોંગ્રેસ પણ આકરા પાણી એ છે. ગઇકાલે નગરપાલિકા કચેરીને બદલે ટાઉનહોલ માં સામાન્ય સભા યોજવા બદલ કોંગ્રેસી નગરસેવકોએ ઉગ્ર વિરોધ કરી પ્રમુખ ઈશિતાબેન ટિલવાની ઉપર કાળી શાહી ઉડાડી મોઢું કાળુ કર્યું હતું.
કોંગ્રેસે શહેરના પ્રશ્નોની ચર્ચા માટે સામાન્ય સભા સુધરાઈ સભાખંડમાં બોલાવવાની વારંવાર માંગણી કરી છે. દરમ્યાન વોર્ડ નં. ૧૨ જીઆઇડીસી વિસ્તારની ઝૂપડપટ્ટી ની મહિલાઓ એ ગટરલાઈન નાખવાની માંગ કરી હોબાળો મચાવ્યો હતો. ગટરલાઈનના અભાવે જાહેર શૌચાલયમાં જતી મહિલાઓ માટે દારૂડિયા તત્વો મુશ્કેલી સર્જે છે.