સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st February 2021

દેવભૂમિ દ્વારકાના યુવાનોને સીપોઇ ફાર્મા -આર્મી ભરતી -૨૦૨૧માં જોડાવાની તક

ખંભાળિયા,તા. ૧: જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના તેમજ સૌરાષ્ટના અન્‍ય જીલ્લા અને કચ્‍છ-ભુજ ના ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, આર્મી રીક્રુટમેન્‍ટ ઓફીસ જામનગર દ્વારા સીપોઇ ફાર્માની પોસ્‍ટ માટે આર્મી ભરતીની જાહેરાત કરેલ છે. જેની રીક્રુટમેન્‍ટ રેલી શિવાજી યુનીવર્સીટી,કોલ્‍હાપુર, મહારાષ્ટ્ર ખાતે યોજાનાર છે. જેમાં દેવભૂમિ દ્વારકા  જીલ્લા સહીત સૌરાષ્ટ્ર ના જીલ્લાઓ,તથા કચ્‍છ-ભુજ તેમજ દીવના ઇચ્‍છુક ઉમેદવારોને ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરવા તથા ભરતીમાં ભાગ લેવા માટે જણાવવામાં આવે છે.

જેના માટે www.joinindianarmy.nic.in વેબસાઈટ પર ૨૬-ફેબ્રુઆરી-૨૦૨૧ સુધી ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરી શકાશે. આ ભરતી માટે ઉમર મર્યાદા ૧૯ થી ૨૫ વર્ષ જેમનો જન્‍મ ૧ ઓક્‍ટોબર-૧૯૯૫ થી ૩૦-સપ્‍ટેમ્‍બર-૨૦૦૧ વચ્‍ચે થયેલો હોવો જરૂરી છે. તેમજ ઉચાઇ ૧૬૭ સેમી.વજન ૫૦ કિગ્રા.અને છાતી ૭૭/૮૨ તેમજ ૧૦ૅ૨/અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ અને ડી ફાર્મા માં ૫૫% ગુણ મેળવેલ (જેની નોંધણી રાજય/ઇન્‍ડિયા કાઉન્‍સિલ ખાતે થયેલ હોય) અને બી ફાર્મા માં ૫૦%  ગુણ મેળવેલ (જેની નોંધણી રાજય/ઇન્‍ડિયા કાઉન્‍સિલ ખાતે થયેલ હોય) જે વ્‍યક્‍તિ ઉપરોક્‍ત શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જરૂરી છે. ઉપરોક્‍ત લાયકાત-ઉમર-ધરાવતા દેવભૂમિ દ્વારકા તેમજ સૌરાષ્ટના અન્‍ય જીલ્લા અને   કચ્‍છ-ભુજના   ઉમેદવારોને આ  ભરતીમાં ભાગ લેવા અને વધુ માહિતી માટે www.joinindianarmy.nic.in વેબસાઈટ ની મુલાકાત લેવા ઉમેદવારોને  એક યાદીમાં જણાવ્‍યું છે.

(1:47 pm IST)