ખંભાળિયા ટ્રાફીક સપ્તાહ નિયમભંગ કરનારને પ્રેમથી સમજાવાયા !!
ટ્રાફીક શાખા તથા આર.ટી.ઓ. દ્વારા ગુલાબ અપાયા
ખંભાળીયા તા. ૧ : દેવભૂમિ જિલ્લા આર.ટી.ઓ. કચેરી તથા જિલ્લા પોલીસ ટ્રાફીક બ્રાંચ દ્વારા ટ્રાફીક અંગે માર્ગ સલામતી સપ્તાહમાં વિવિધ વિસ્તારોમાં આર.ટી.ઓ. તથા ટ્રાફીક પો.ના. અધિકારીઓ મહેશ કરંગીયા, કોડીયાતર, ટ્રાફીકના જમાદાર દેવાણંદભાઇ સુવા વિ. દ્વારા શહેરના વિવિધ વિસ્તારો રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, નગરગેઇટ, જોધપુર ગેઇટ, જામનગર રોડ તથા દ્વારકા રોડ, રિલાયન્સ સર્કલ સહિતના વિસ્તારોમાં ટીમો સાથે નીકળ્યા હતા તથા નિયમભંગ કરનારા નાગરીકો, વાહન ચાલકોને પ્રેમથી નિયમ તંત્રના કરવા સમજાવ્યા હતા તથા ગુલાબના ફુલ આપીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
વનવે ભંગ, લાયન્સ વગરના હેલ્મટે વગરના વાહન ચાલકો, સીટ બેલ્ટ વગરના ચાલકો, ત્રણ સવારી વાળા વાહન ચાલકો વિ. સાથે આ રીતે કામગીરી થઇ હતી.
સામાન્ય રીતે કડક રીતે કામગીરી કરતા આર. ટી.ઓ. તથા ટ્રાફીક પોલીસે ગુલાબના ફુલ સાથે સ્મિતથી નિયમોના પાલન માટે અપીલ કરતા વાહન ચાલકોને મઝા થઇ પડી હતી. તથા ઉત્સાહથી નિયમોના પાલનની ખાતરી પણ વાહન ચાલકોએ આપી હતી.