સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચાઇનીઝ તુક્કલના ઉત્પાદન: વેચાણ તથા ઉડાડવા પર પ્રતિબંધ

કચ્છ જિલ્લાના વિસ્તારોમાં તહેવાર નિમિતે દિશા નિર્દેશ જાહેર

ભુજ :આગામી તા.૧૪મી જાન્યુઆરી-૨૦૨૧ના મકરસંક્રાંતીનો તહેવાર આવતો હોય, કચ્છ જિલ્લાના વિસ્તારોમાં આ તહેવાર નિમિતે કેટલાક લોકો જાહેર માર્ગો/રસ્તાઓ ઉપર પતંગ ઉડાડે છે અને કપાયેલ પતંગો અને દોરો વિગેરે મેળગવવા હાથમાં લાંબા ઝંડા, વાંસ વગેરે લઇ રસ્તાઓ, ગલીઓમાં શેરીઓમાં દોડા-દોડ કરતા હોય છે. જેના કારણે ટ્રાફીકને અડચણ થાય છે. તેમજ રસ્તા ઉપર, ગલીઓમાં શેરીઓમાં ટેલીફોન/ઈલેકટ્રીકના તાર ઉપર લંગર નાંખી ભેરવયેલા પતંગ કાઢવાનો પ્રયત્નો કરે તેથી બે ઈલેકટ્રીકના વાયરો ભેગા થવાથી શોટ સર્કિટના તથા તાર તૂટી જવાની સંભાવના રહેલી છે. તેમજ પતંગ ઉડાડવા માટે ઘણાં લોકો ચાઇનીઝ દોરાથી પતંગ ઉડાડતા હોય છે. ચાઈનીઝ દોરો કોઇ વ્યકિતના શરીર પર પડે ત્યારે તે વ્યકિતના શરીરના અંગો કપાઇ જવાનો ભય રહે છે તેમજ પતંગ ઉડાડવાના દોરાના કારણે પક્ષીઓને ઈજા તથા તેના મોતના બનાવો પણ બને છે.

ઉતરાયણ/અન્ય તહેવારો વખતે ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન ખુબજ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે. તુક્કલમાં હલ્કી કવોલીટીના સળગી જાય તેવા વેકસ પદાર્થોને કારણે પર્યાવરણને પણ નુકશાન થાય છે તેમજ સળગતી તુક્કલ ગતે ત્યાં પડવાના કારણે જાનમાલ અને સંપતિને નુકશાન થાય છે. આથી આવી બાબત નિવારવા તેમજ નામદાર હાઈકોર્ટના તા.૨૨/૧૨/૧૫ના આદેશ મુજબ અત્રેના તાબા હેઠળના વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૨૫/૧/૨૦૨૧ સુધી ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા ઉપર હંગામી પ્રતિબંધ સી.આર.પી.સી. ની કલમ-૧૪૪ હેઠળ પ્રતિબંધિત મુકવો જરૂરી જણાય છે.

(10:11 pm IST)