સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

જેતપુરમાં વધુ કૌભાંડની ચર્ચા : મેવાસા ગામે યુરિયાની બોરીમાં રેતી - પત્થર નીકળ્યા.

મગફળી કૌભાંડ બાદ બીજી ખેત પેદાશમાં ભેળસેળ બાદ હવે બોરીમાં રેતી -પથ્થર નીકળ્યાની ફરિયાદ : ખેતીવાડી અધિકારીઓ તપાસ કરવા દોડ્યા

જેતપુર :મગફળી કૌભાંડ બાદ બીજી ખેત પેદાશમાં ભેળસેળના કૌભાંડ બહાર આવ્યા બાદ આજે તાલુકાના મેવાસા ગામે યુરિયામાં ભેળસેળનું કૌભાંડ બહાર આવ્યું. મેવાસા ગામે રહેતા એક ખેડૂતે પોતાના પાકમાં નાખવા માટે ગામ ની  સહકારી મંડળી માથી કૃપકો કંપનીની  યુરિયાની બોરી લીધેલ ખેતરે જઈ ખોલતા તેમાંથી રેતી અને પત્યર નીકળતા ખેડૂત આગેવાનો ને બોલાવી તપાસ કરતા ગામના બીજા ખેડૂતોની બોરી માથી પણ ભેળસેળ બહાર આવેલ.  

   આ અંગે ખેડૂત સમાજના આગેવાન ચેતનભાઈ ગઢીયાએ જણાવેલ કે યુરિયાની બોરી નાઈટ્રોજનની હોય છે તે હવા સાથે મળતા પીગળી જાય તેથી તેમાં કોઈ ભેળસેળની શકયતા ને હોય પરંતુ આ 45 કિલોની બોરીમાં અંદાજિત 500 થી 700 ગ્રામની ભેળસેળ થયેલ છે. આ ફરિયાદ ઉઠતા ખેતીવાડી અધિકારીઓ તપાસ કરવા આવી ગયેલ.

    ખેડૂતો દ્વારા એવી માંગ ઉઠી છે કે તત્તકાલિક ધોરણે આ બેચનો તમામ જથ્થો શીલ કરી કૌભાંડ ઉપર ઢાંક પીછોડો ન થાય અને અને નિષ્પક્ષ તપાસ થાય.

(6:05 pm IST)