સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

જુનાગઢના કોર્પોરેટર વિજય વોરાનુ અવસાન

કિડનીની સારવાર લેતા હતાઃ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ : જુનાગઢ વોર્ડ નં. ૮ ના એનસીપીના કોર્પોરેટર વિજયભાઇ વોરા ઉ.પ૦ આજે બપોરે રાજકોટમાં દુઃખદ અવસાન થયેલ છે.

કોર્પોરેશનના વિપક્ષી નેતા અને સાથી કોર્પોરેટર અદ્રેમાનભાઇ પંજાએ જણાવ્યું હતું કે છેલ્લા દશ દિવસથી રાજકોટની સિર્નજી હોસ્પિટલ ખાતે વિજયભાઇ કીડનીની સારવાર લેતા હતા અને ડાયાબીટસ પણ વધી અને હાર્ટની પણ તકલીફ વધી જતી હતી આજે બપોરે એકાએક વધુ તબિયત લથડતા તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા અત્યારે આ લખાય છે ત્યારે તેમના મૃતદેહને જુનાગઢ લાવવા માટે અંદ્રેમાન પંજા સહીતના કાર્યવાહી કરી રહ્યા છે.

(3:40 pm IST)