સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

સૌરાષ્ટ્રમાંથી મોટર સાયકલ ચોરીને જુનાગઢ-ધોરાજીમાં વેંચી દેનાર જુનાગઢનો જગો કોળી ઝડપાયો

૭ મોટર સાયકલ સહિત રૂ. ૧.પ૩ લાખનો મુદ્દામાલ જપ્ત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧ : સૌરાષ્ટ્રના, પાનેલી, ઉપલેટા, જામખંભાળીયા, જામજોધપુર, ગોંડલમાંથી મોટર સાયકલની ચોરી કરીને જુનાગઢ અન ધોરાજીમાં વેંચી દેનાર જુનાગઢના દોલતપરા કિરીટનગરમાં રહેતા જગદીશ ઉર્ફે જગો હાજાભાઇ કોળી, જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચનની ટીમના હાથે ઝડપાય ગયો છે. ૭ મોટર સાયકલ જપ્ત કરીને ૬ ગુન્હાનો ભેદ ઉકેલાયો છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા જુનાગઢ જિલ્લામાં બનતા ચોરીઓના વણશોધાયેલ આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇ.ચા. પો.ઇન્સ. શ્રી એચ.આઇ. ભાટી તથા પો.સ.ઇ.શ્રી ડી.જી. બડવા તથા વાયરલેસ પો.સ.ઇ.શ્રી ડી.મે. જલુ તથા પો હેડ. કોન્સ. વિજયભાઇ બડવા, વિક્રમભાઇ ચાવડા, સબીરખાન બેલીમ, યશપાલસિંહ જાડેજા, જીતેષ એચ. મારૂ, નિકુલ એમ. પટેલ, તથા પો.કોન્સ. દીપકભાઇ બડવા, ભરતભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, સાહિલભાઇ સમા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, દિવ્યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, જયદીપભાઇ કનેરીયા, દિનેશભાઇ રંગીયા વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીર કરેલ છે.

(2:47 pm IST)