સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

જુનાગઢ ગિરનારના અંબાજી મંદિર પાસે ડેવલોપમેન્ટ થઇ શકે તેવી કોઇ જમીન નથી

પૂ. તનસુખગીરીબાપુ અને નાના પીર બાવાએ સુવિધા આપવા માંગ કરીઃ પત્રકાર પરિષદ સંબોધી

 

જુનાગઢ : ઉપરોકત તસ્વીરમાં ગિરનાર પર્વત સ્થિતમાં અંબાજીનું મંદિર તેમજ પત્રકાર પરિષદમાં વાતચીત કરતા તનસુખગીરીબાપુ, ગણપતગીરીબાપુ અને સેવક કિશોરસિંહ  ચૌહાણ સહિતના નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. જુનાગઢ ગરવા ગિરનારની ટોચ પર અંબાજી માતાનું મંદિર આવેલું છે ત્થા દુનિયાભરના દર્શનાર્થીઓ દર્શન માટે આવે છે.

મંદિરના મહંત મોટાપીર બાવા તનસુખગીરીબાપુ અને નાના પીર બાવાએ  ગઇકાલે પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું હતું કે અહી રોપ-વે શરૂ થયા બાદ સતત ભાવિકો દર્શન માટે આવી રહ્યા છે. ત્યારે ભાવિકોને અસુવિધાઓનો સામનો કરી રહ્યાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે.

ત્યારે પૂ. તનસુખગીરીબાપુ સરકારમાં વારંવારે રજૂઆતો કરી  કે અમોને જમીન આપો તો અમે યાત્રાળુઓ માટે વ્યવસ્થા કરવા તૈયારી બતાવી હતી. તેમજ રોપ-વે યોજના માટે યાત્રાળુઓ માટે કોઇ પણ જાતની સુવિધા ઉપલબ્ધ નથી તેવી ફરીયાદો ભીડ ભંજન મંદિર ખાતે પત્રકાર પરિષદ યોજી અંબાજી મંદિરના મહંત મોટા પીરબાવા તનસુખગીરી બાપુ અને નાના પીર બાવા ગણપતગીરી બાપુએ જણાવ્યું હતું કે ગિરનાર અંબાજી મંદિર પાસે ડેવલોપમેન્ટ થઇ શકે તેવી માલીકીની જમીન નથી. અંબાજી મંદિર પરિસર સામે આવેલ જમીન સરકાર વન વિભાગ હસ્તક છે. ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડ ગિરનાર ઉપર વિકાસ ન કરશો તૈયાર છે.

અને ક્રમશ વિકાસની કામગીરી ચાલુ છે. જેમાં યાત્રાળુઓ માટે બેસવાની પીવાના પાણીની શૌચાલય વગેરેનું આયોજન થયેલ છે.

પુ. તન સુખગીરી બાપુએ વધુમાં જણાવેલ કે વિજયભાઇ રૂપાણી આ બાબતે ધ્યાન આપી રહેલ છે પર્વત પર ખુબ ઉંચાઇ એ કામ કરવાનું હોવાથી કામગીરી થોડી ધીમી છે. અને અવારનવાર સરકારમાં રજુઆત પણ કરવામાં આવી છે. વિશેષમાં અંબાજી મંદિર માલિકીની ધર્મશાળાનું નવીનકરણ કરવા માટે અમારા તરફ થી તમામ લેખિત બાહેધરી યાત્રધામ વિકાસ બોર્ડને આપી દેવામાં આવેલ અને સરકારશ્રીને અપીલ કરી એ છીએ કે ગિરના કે ગિરનાર ઉપર પાણીની પાઇપ લાઇન તેમજ અન્ય વિકાસ કાર્યો ઝડપી ભેર પુરા કરવા લાગણી દર્શાવતી હતી.

પુ. બાપુ એ વધુમાં જણાવ્યું હતું કે અંબાજી માતાનું મંદિર અમારૂ જ છે અને અમે તેમાં ટ્રસ્ટીઓ છીએ વિશેષમાં અમારી પાસે ધર્મશાળાઓ સહિતની જે જગ્યા હતી તે અંગે સરકારને એન.ઓ.સી. આપી દીધી છે. જેથી ત્યાં સુવિધા ઉભી કરી શકે નહીં આવનાર ભાવિકો અને યાત્રાળુઓ લાભ લઇ શકે પુજન વિધિ કરી શકે તેવી વ્યવસ્થા અમે કરીએ છીએ પરંતુ મંદિર પરિસર પાસે માલિકીની જમીન નથી જેેથી વિકાસ થઇ શકે તેમ નથી મંદિર સામે આવેલી જમીન સરકાર વન વિભાગ હસ્તક છે. સરકાર દ્વારા વહેલી તકે ડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવે અને યાત્રાળુઓ માટે વધુ સુવિધા ઉભી કરવી જોઇએ તેવી લાગણી વ્યકત કરેલ હતી. 

(1:15 pm IST)