સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

મોરબીમાં નશાની હાલતમાં પતિએ પત્નિને ઘુસ્તા પાટા મારી દિવાલમાં માથું અથડાવ્યું

ભારતીબેન ડાભીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ

રાજકોટ તા. ૧: મોરબીમાં સામા કાંઠે ઉમિયાનગરમાં રહેતી ભારતીબેન શંકર ડાભી (ઉ.વ.૨૫)ને તેના પતિ શંકર અમરશીભાઇ ડાભીએ સાંજે ઘુસ્તા પાટાનો માર મારી દિવાલમાં માથુ અથડાવતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

આ અંગે હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ મોરબી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. ભારતીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ છુટક વેલ્ડીંગ કામની મજૂરી કરે છે. તેણીના ભાઇ પ્રવિણભાઇના કહેવા મુજબ બનેવી શંકરભાઇ સાંજે દારૂ પી ઘરે આવ્યા હોઇ અને ખેલ કરતાં હોઇ તેને મારી બહેને સમજાવતાં ઝઘડો કરી મારકુટ કરી દિવાલમાં માથું ભટકાવ્યું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:54 pm IST)