સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

તમંચો પાંચ કાર્ટીસ છરી સાથે ત્રણ પરપ્રાંતીય ઇસમોને દબોચી લેતી જૂનાગઢ એસ.ઓ.જી.

જૂનાગઢ, તા.૧ :  રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક  રવિ તેજા વાસમસેટ્ટીનાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સબંધી ગુન્હાઓ બનતા અટકવવા સુચના કરેલ હોય. જે અન્વયે આવી ગે.કા. પ્રવૃતિ શોધી કાઢવા અને ગુન્હાઓ બનતા અટકાવવા એસ.ઓ.જી. જૂનાગઢના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.

હકીકત મળેલ કે, ત્રણ પરપ્રાંતીય માણસો ગે.કા.હથીયાર રાખી સરદારબાગના બસ સ્ટે પાસે બેસેલ છે જે ત્રણેય ઇસમોને પકડી અંગઝડતીમાંથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૦૧ તથા જીવતા કાર્ટીસ – નંગ-૦૫ તથા છરી-નંગ-૦૧ મળી આવતા હથિયારધારા ક.૨૫(૧-બી)એ,૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી અર્થે સી ડીવી. પોલીસ સ્ટેશનને છે.

(૧) લખનસિંહ અમૃતસિંહ પાલ, ઉ.વ.- ૨૧, ધંધો- કલરકામ, રહે. પેવલી, તા.જી. ભીંડ, મધ્ય પ્રદેશ

(૨) સંજય અમરસિંહ રાયકા, રબારી, ઉ.વ.- ૨૪, ધંધો- ડ્રાઇવીંગ, રહે. ગોહાના, તા.જી. સોનીપત, હરીયાણા.

(૩) કેશવસિંઘ સુરેન્દ્રસિંઘ ગહેરવાર, ઉ.વ.- ૨૦, ધંધો- અભ્યાસ, રહે. વસાનંગલા, તા.જી. ફરૂખાબાદ, ઉત્ત્।ર પ્રદેશને સોંપેલ છે.             

એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ તથા પો.હેડકોન્સ સામતભાઇ બારીયા, દીપકભાઇ જાની, મજીદખાન પઠાણ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, બાબુભાઇ કોડીયાતર તથા પો.કોન્સ અનિરૂધ્ધસિંહ વાંક, મહેન્દ્રભાઇ ડેર, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજ વાળા, , જયેશભાઇ બકોત્રા  વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.

(12:53 pm IST)