સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

પોરબંદરમાં મત્સ્યોદ્યોગ માટેની જેટીનું નબળું કામઃ અમુક ભાગ બેસી ગયો

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા.૧: બારમાસી જેટીમાં મત્સ્યોદ્યોગની જેટીના નબળા કામની ફરીયાદો ઉઠી છે. આ આ જેટીનો અમુક ભાગ બેસી ગયો છે, તિરાડો પડી છે.

સને ૧૯૭૫ માં બારમાસી જેટ્ટી યાને જયારે બાર માશી બંદર નું લોકાર્પણ કરવામાં આવ્યું. બારમાસી બંદર સાકાર થાય તેવી ઈચ્છા પોરબંદર ના રાજવી ની હતી તે માટે અથાક પ્રયત્નો કરેલ સને ૧૯૪૬ માં અમેરિકન કંપનીએ પોરબંદર ના રાજવી ને બે થી અઢી કરોડ નો ખર્ચ બતાવેલો પણ રાજવી પાસે તે સમેયે નાણાકીય મુશ્કેલી હતી તેમ છતાં અમેરિકન કંપનીએ રાજવી સાથે ભાગીદારી ઓફર કરેલી ખર્ચ કાઢતા જે કંઈ રકમ વધે તેમાં પચાસ ટકા પોરબંદર રાજવી ના અને પચાસ ટકા અમેરિકન કંપનીના ચોખા નફા માં થી ભાગ પાડવાનો હાલ જે જેટી બનાવવાની હતી તે જુના રાજમહેલ (હવા મહેલ) પાસે એટલે કે હાલ કોસ્ટગાર્ડની ઓફીસ છે ત્યાં બનાવવા નક્કી થયેલ. અમેરિકન કંપની સાથે આ વાટાઘાટ ચાલુ હતી.

૧૯૪૭ ના ભારત સ્વંત્રત થયું સને ૧૯૪૮ માં સ્વ. સરદાર વલ્લભ ભાઈ ની આગેવાની નીચે દેશી રજવાડાઓ નું વિલિન કરણ થયું જેમાં સર્વ પ્રથમ સૌરાષ્ટ્ર માં ( કાઠીયાવાડ ) માં પોરબંદર રાજય આ યોજનામાં સમય પારખું રાજવી એ ૧૯૪૨ આસપાસ પોરબંદર રાજય નો વહીવટ પ્રજા વિમુખ બનાવા પહેલ કરી અને રાજય સભા કાર્યરત કરી તેમાં ગ્રામ્ય વિસ્તાર ના અને શેરી વિસ્તાર ના રાજયસભા રાજય ના ઉચ અધિકારી ને સમાવતી આ રાજયસભા કાર્યરત બની ૧૯૫૧ માં પ્રથમ ભારત ની ચૂંટણી આવી તે સમયે કાઠીયાવાડ યાને કે હાલ નું સૌરાષ્ટ્ર એક સ્વતંત્ર રાજય અમલ માં આવ્યું ૨૫ સીટ ની વિધાનસભા હતી અને આ સૌરાષ્ટ્ર સરકારે પોરબંદર ના રાજવી નું સ્વપ્નું સાકાર કરવા બાર માશી બંદર પોરબંદર ને બનાવાનું નક્કી કર્યુ હતું.

આ દરમિયાન સૌરાષ્ટ્ર રાજય મુંબઈ ઇલાકામાં માં ગુજરાત રાજય સાથે ભળી ગયું અને બૃહુદ મુંબઈ માં તેનો સમાવેશ થયો તા. ૧/૫/૧૯૬૧ માં ગુજરાત રાજય અમલ માં આવ્યું. અને તેમાં ગુજરાત રાજય સાથે સૌરાષ્ટ્ર કચ્છ ને નો સમાવેશ કર્યો અને મહા ગુજરાત તરીકે ઓળખ ઊભી થઈ. મુંબઈ રાજય માં ભળ્યા પછી પણ પોરબંદર ના બંદર ને બાર માશી બંદર તરીકે વિકસાવવા કાર્ય ચાલતું હતું અને સને ૧૯૭૮ માં ગુજરાત માં પ્રથમ નાણામંત્રી સ્વ.માલદેવજીભાઈ ઓડેદરાએ પોરબંદર બાર માશી બંદર તરીકે સુભાષ નગર ને વિકસાવી અને બાર માશી બંદર ની કાર્યરત કર્યું ત્યાર થી પોરબંદર ને બે બંદર મળ્યાં. જુના પોરબંદર ની પ્રથમ સીઝન બંદર હતું એટલે ૮ માસ જ આ બંદર કાર્યરત હતું અને ચોમાસા ના ૪ મહિના બંદર બંધ રેતા. પરંતુ સુભાષ નગર બાર માશી બંદર તરીકે કાર્યરત બન્યા પછી જૂનું બંદર પણ બાર માશી બંદર તરીકે કાર્યરત બન્યું અને દેશ વિદેશ ના વેપાર માટે આ ધીકતું બંદર બની ગયેલ. જુના બંદર ઉપર અને નવા બંદર ઉપર બંને બાજુ ગુડસ ટ્રેન ની સુવિધા આપવા માં આવેલી અને હાલ હયાત છે. પોરબંદર મીટર ગેજ ટ્રેન નું રૂપાંતરિત કરી ૧૯૮૩ અને ૧૯૮૬ ની વચ્ચે બ્રોડ ગેજ સુવિધા પ્રાપ્ત થઈ પોરબંદર ના જુના બંદર અને સુભાષનગર ના બાર માશી બંદર ને પણ કે મીટર ગેજ તેને બ્રોડ ગેજ માં રૂપાંતરિત કરી મંજૂરી મળી પરંતુ કમ ભાગ્યે રાજકીયમાં રૂપિયા ૨૦ કરોડ ૧૮ લાખ વધારા નાં સવા છ ટકા ની ગ્રાન્ટ ભારત સરકાર ની સૂચના થી રેલવે ને આપવા માં આવી અને તે ગ્રાન્ટ ની રકમ ભાવનગર ડિવિઝન ને સોંપવામાં આવી ગમે તે કારણોસર આ કામગીરી મેલીમુરાદ ધરાવતા રાજકારણીઓ અવરોધક બન્યા હોવાની ચર્ચા છે અને વહીવટી તંત્ર આગળ વધી સકતું નથી વિકાસ ના કામો માટે વહીવટી તંત્ર કઈ કરી શકતું નથી અને રેલવે ને બંદરીય ટ્રેન ની લાખો રૂપિયા ની આવક ગુમાવી પડે છે જુના બંદર નો બાર માશી બંદર બનતા તેને ફિશરીઝ હાર્બર તરીકે અને કોમર્શીયલ બંદર તરીકે કાર્યરત રાખવાનું મંજૂર થયેલ છે.

હાલ મત્સ્યોદ્યોગ ઉપયોગ કરે છે બાર માશી જેટ્ટી માં પણ મસ્ત્યાઉદ્યૌગ નો અમુક ભાગ ફાળવેલો છે અને ગ્રીન જેટી તરીકે ઓળખ ધરાવે છે અને પરંતુ આ જેટી ૧૯૭૮ પછી સાકાર થયેલ છે . કારણ કે ૧૯૭૮ પછી આ જેટી લંબાવવા માં આવી આ જેટ્ટી બંધાયેલ છે તે રીતે બંધાયેલ નથી કામ અતિ નબળું પડી ગયું છે કારણ કે ભરતી અને ઓટ સમયે પાણી અવર જવર માટે નાળા બનાવા માં આવ્યા નથી અને સળંગ જેટી બનાવેલ છે જેથી ભરતી સમયે માર પડે નીચે થી દરિયો બુરવા પત્થર પણ સરકી જાય તેના કારણે કામ નબળું હોવાનું મનાય છે. તે મૌન સેવી રહ્યા છે હાલ બાર માશી જેટ્ટી ની નબળી કામગીરી બાર આવતા મત્સ્યઉદ્યોગ માટે ઉપયોગ માટે લેવાતી જેટી બેસી ગઈ છે અને ખસવા લાગી છે જે નવી જેટી લંબવંવામાં આવી તેને દોઢ દાયકા પણ જેવો સમય પણ થયો નથી. ખસતી જેટી ને રક્ષણ આપવા માટે રજૂઆત થતાં ચર્ચિત હકીકત પ્રમાણે કાગળ ઉપર કામગીરીની હિલચાલ કરે છે ખારવા હિતચિંતક સમિતિના પ્રમુખ બાવનભાઇ કાના બાદશાહીને ધ્યાને આવતા જી એમ બિ માં સતત રજૂઆત ને અંતે તેના ટેન્ડર બહાર પાડવા ની કાર્ય વાહી હાથ ધરવામાં આવી છે. થયાનું જણાવે છે.

(12:48 pm IST)