સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

ત્રણ વર્ષથી રિસામણે રહેલ પત્નિ સાથે કોર્ટ બંધ હોવાના કારણે છૂટાછેડા નહીં થતા જામનગરના યુવાને જીંદગીથી છેડો ફાડયો

રાણાવાવ રેેલ્વે સ્ટેશનના આઘેડનું ટ્રેન નીચે મૃત્યુ : ખોડીયાર કોલોનીમાં જુગાર રમતી સાત મહિલા ઝડપાઇ

જામનગર, તા.૧: અહીં કિષ્નાપાર્ક શેરી નં.૧, જામનગરમાં રહેતા રાજેશભાઈ કારૂભાઈ સોંદરવા એ સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,   વિજયભાઈ કારૂભાઈ  સોંદરવા,ઉ.વ.ર૭, રે. હનુમાન ટેકરી, દલિતનગર, શેરીનં.–૩,જામનગરવાળા ના પત્ની છેલ્લા ત્રણેક વર્ષથી રીસામણે હોય અને હાલ કોર્ટ બંધ હોય છુટાછેડા થઈ શકતા ન હોય જેની ચીંતામાં કંટાળી જઈ પોતે પોતાના ઘરે પોતાના હાથે ગળાફાંસો ખાઈ જતા મૃત્યુ પામેલ છે.

રાણાવાવ ગામે રહેતા દિલીપભાઈ હરીદાસભાઈ લુકકા એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, જગદીશભાઈ ઉર્ફે જગો હરીદાસભાઈ લુકકા, ઉ.વ.પર, રે. રેલ્વે સ્ટેશનની બાજુમાં રાણાવાવ , જિ.પોરબંદરવાળા અસ્થીર મગજના હોય,   અવાર નવાર ઘરેથી ચાલ્યા જતા હોય અને ફરી પાછા આવી જતા હોય અને સવારના વાંસજાળીયાથી રાણાવાવ રેલ્વે સ્ટેશન વચ્ચે રેલ્વે પાટા પર જતા રેલ્વે અકસ્માત થતા મૃત્યુ પામેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, ખોડીયાર કોલોની, ખોડીયાર માતાજીના મંદિર પાછળ, આરોપીઓ મનીત્રાબેન પ્રતાપભાઈ હરવારા, ભગવતીબેન સુરેશભાઈ કટારીયા, હંસાબેન મનસુખભાઈ પરમાલીંદભાઈ, નયનાબેન કિશોરભાઈ બાબુલાલ બચ્છા, મીનાબેન હસમુખભાઈ સંઘાણી, ઉધીબેન કરશનભાઈ મારીયા, જમનાબેન હંસરાજભાઈ ખીચડા, પ્રફુલ્લભાઈ માણેકચંદ ગુટકા, જુગાર રમતા રેઈડ દરમ્યાન કલ રૂ.૧૭,૪૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શીવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, પવનચકકી પાસે, ચીરાગભાઈ લલીતભાઈ ચાંદ્રા, બોટલ નંગ–૧, કિંમત રૂ.ર૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મેહુલભાઈ કાંતીભાઈ વિસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, સાધના કોલોની બ્લોક એલ–૬૩, રૂમ નં.૪૦૦૮, જામનગરમાં આરોપી પિયુષ ઉર્ફે પટેલ મુંકદરાય કાકુ એ બોટલ નંગ–૧ર, કિંમત રૂ.૬૦૦૦/– નો મુદામાલ વેચાણ અર્થે રાખી તથા દારૂનો જથ્થો પુરો પાડનાર  રીયાઝ વલીમામદ રીગણીયા, સમીર હુશેનભાઈ મોદી, વેચાણ અર્થે હેરાફેરી કરી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે તથા દારૂનો જથ્થો પુરો પાડનાર આરોપી સાહિલ ફિરોજભાઈ મોદી ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:47 pm IST)