સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

ખંભાળીયા હાઇ-વે ઉપર ટ્રક-બોલેરો વચ્ચે અકસ્માતમાં મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧ : ખંભાળીયા-જામનગર હાઇ-વે ઉપર બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યકિતનું મોત થયું હતું. જયારે એક વ્યકિતને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ જામનગર ખંભાળીયા હાઇવે પર ટ્રક અને દૂધ વાહન બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા બોલેરો ચાલકને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળ પર જ મોત નિપજયું અને અન્ય એક વ્યકિત જે બોલેરોમાં હતી તેને ગંભીર ઇજા થતાં તાત્કાલીક સારવાર અર્થે ખંભાળીયા જનરલ હોસ્પિટલ ખસેડેલ છે.

(12:45 pm IST)