સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

ખંભાળીયાઃ જે યુવાન વિરૂધ્ધ પોકસો હેઠળ ફરીયાદ કરી હતી તેની જ સાથે લગ્ન ન થઇ શકતા સગીરાનો આપઘાત

અગાઉ પ્રેમી યુવાન સાથે ભાગી ગયા બાદ ઘરે પરત આવી પોલીસમાં ફરીયાદ નોંધાવતાં યુવાન જેલમાં છેઃ ઉંમર નાની હોવાથી લગ્ન ન થઇ શકતાં પગલું ભર્યુ

ખંભાળીયા તા. ૧ :.. ખંભાળીયામાં જે પ્રેમી યુવાન વિરૂધ્ધ સગીરાએ અપહરણ અને પોકસો હેઠળની ફરીયાદ નોંધાવી હતી આથી તે જેલમાં હોય અને તેની સાથે ફરીથી લગ્ન કરવા હતાં પરંતુ સગીરાની ઉંમર નાની હોવાથી લગ્ન ન થઇ શકતાં  સગીરાએ  ગળેફાંસો ખાઇ લેતાં મોત નિપજયું છે.

પોલીસ સુત્રોની વિગત મુજબ ખંભાળીયાના બંગલાવાડી ધી ડેમના રસ્તે રહેતી સમીરા કાસમમીયા બુખારી (ઉ.૧૭) ની સગીરાએ પોતાના ઘરે રૂમમાં પંખામાં દોરડું બાંધી ગળેફાંસો ખાઇ લેતાં મોત નિપજયું હતું. બનાવ અંગે ખંભાળીયા પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર સમીરાને ખંભાળીયાના જ રાવલીયા પાડામાં રહેતાં ધવલ ઉર્ફે ગુડુ નારણદાસ હરીયાણી સાથે પ્રેમ સંબંધ હોય આથી બન્ને થોડા સમય પહેલાં ભાગી ગયા હતા અને સમીરા તેમની સાથે ત્રણ - ચાર દિવસ રહી પરત આવી ગઇ હતી. જે બાદ તેમણે ધવલ વિરૂધ્ધ અપહરણ તથા પોકસો હેઠળ ફરીયાદ નોંધાવતાં પોલીસી ધવલની ધરપકડ કરી જામનગર જેલ હવાલે કર્યો હતો. આ પછી મૃતક સગીરાને ધવલ સાથે જ લગ્ન કરવા હતા અને હાલ તે જેલમાં હોવાથી અને સગીરાની ઉંમર નાની હોવાથી લગ્ન ન થઇ શકતાં તેનું લાગી આવતાં ગઇકાલે આ પગલું ભરી લીધું હોવાનું ખૂલ્યું છે. વધુ તપાસ ખંભાળીયા પોલીસ ચલાવી રહી છે.

લાલપરડા ગામે કુવામાં પડી જતાં શ્રમિકનું મોત

ખંભાળીયા તાલુકાના લાલપરડા ગામે કુવામાં કામ કરતી વખતે અકસ્માતે પડી જતાં પુનરસિંગ બધાસિંગ હાલગોત (ઉ.વ.૩૮) નામના શ્રમિક યુવાનનું મોત નિપજતા બનાવ અંગેખંભાળીયા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:38 am IST)