સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

વડિયાના ગ્રામ્ય વિસ્તારોમાં કરોડોના વિકાસકાર્યોનું પરેશ ધાનાણીના હસ્તે ખાતમુહૂર્ત - લોકાર્પણ

વડિયા : વડીયા કુકાવાવ તાલુકાના ખડખડ બરવાળા બાવળ તથા હનુમાન ખીજડીયા ગામે વર્ષો જૂના પ્રશ્નોને ઉકેલ લાવી કરોડો રૂપિયાના ખર્ચે ખડખડ તેમજ બરવાળા બાવળ ગામએ બ્રિજનું કાર્ય તેમજ હનુમાન ખીજડીયા ગામે એસ.ટી પીકઅપ સેન્ટર તેમજ બ્લોક રોડ નું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ શ્રી પરેશભાઈ ધાનાણી નેતા વિરોધ પક્ષ ગુજરાત તેમજ પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન ધર્મેન્દ્રભાઈ પાનસુરીયા વડીયા,પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રવજીભાઈ પાઘડાળ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા સત્યમભાઈ મકાણી સરપંચ હનુમાન ખીજડીયા, ભીખુભાઈ વોરા અગ્રણી વડીયા, દિલીપભાઈ શિંગાળા શહેર કોંગ્રેસ પ્રમુખ વડીયા,મંગળુભાઈ સરપંચ ખડખડ, ઉપસરપંચ શ્રી પરસોતમભાઈ હિરપરા, ચંદુભાઈ સોરઠીયા, રાજેશ ભેસાણીયા અશોકભાઈ હિરાણી ખેડૂત આગેવાન બાટવા દેવળી, અમરૂભાઈ ગળ ઉપસરપંચ હનુમાન ખીજડીયા, લખુભાઇ ભુવા, ગટુભાઈ સામાજીક આગેવાન બરવાળા બાવળ, બાપાસીતારામ મિત્ર મંડળ બરવાળા બાવળ, શ્યામ સોલંકી, ધીરૂભાઈ રામોલિયા હનુમાન ખીજડીયા, સંજયભાઈ કસવાળા મનજીભાઈ ચુડાસમા, હરિભાઇ ગોંડલીયા, વલ્લભભાઈ સરપંચ ખજુરી મયુરભાઈ પાનેલીયા, વિજયભાઈ ભેસાણીયા સહિતના કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા અને પરેશભાઈ ધાનાણીનો ખુબ ખુબ આભાર માન્યો ખૂબ વર્ષો જુના પ્રશ્નનો ઉકેલ લાવવા બદલ આ વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી અનુભવાય છે. (તસ્વીર - અહેવાલ : ભીખુભાઇ વોરા, વડિયા)

(11:28 am IST)