સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

કચ્છ- ર૮, ભાવનગર- ૭ મોરબીમાં ૧રને કોરોના

રાજકોટ તા. ૧ :.. આજે વર્ષ બદલાયું છે આમ છતાં ગત વર્ષથી પગપેસારો કરી કોરોનાનું સંક્રમણ આ વર્ષમાં પ્રારંભે પણ યથાવત રહ્યું છે.

ભુજની કોવિડ લેબમાં સેમ્પલ

ટેસ્ટિંગનો આંકડો ર૭ હજારની નજીક

ભુજ : કચ્છમાં કોરોનાના સેમ્પલની ચકાસણી માટે મે મહિનામાં ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં લેબ શરૂ કરાઇ હતી. છેલ્લા સાત મહિનામાં કોવિડના સેમ્પલ ટેસ્ટીંગનો આંકડો ર૬.૮૩૮ સાથે ર૭ હજારની નજીક પહોંચ્યો છે. ગત વર્ષના આખરી દીને ર૮ નવા કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો ૪૦૩પ થયો છે. જયારે સાજા થયેલા દર્દીઓ ૩૬૮૮ છે. એકિટવ કેસ રર૬ અને મૃત્યુ પામનારા ૮૧ છે.

ભાવનગરમાં ૧૭ દર્દીઓ કોરોના મુકત

ભાવનગર : જિલ્લામાં વધુ ૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા પ,૮૪ર થવા પામી છે. જેમાં શહેરી વિસ્તારમાં ૩ પુરૂષ અને ૩  સ્ત્રી મળી કુલ ૬ કેસ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં સિહોર તાલુકાના પીપળીયા ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકાના ૧૦ તેમજ તાલુકાઓના ૭ એમ કુલ ૧૭ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

આમ જિલ્લામાં નોંધાયેલા પ,૮૪ર કેસ પૈકી હાલ ૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ પ,૭૧૭ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ જિલ્લામાં ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી જીલ્લામાં ૮ દર્દી ડીસ્ચાર્જ

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧ર કેસો નોંધાયા છે તો વધુ ૮ દર્દી સ્વસ્થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૯ કેસો જેમાં ૩ ગ્રામ્ય અને ૬ શહેરી વિસ્તાર, વાંકાનેરના ર કેસ શહેરી વિસ્તારમાં જયારે  ટંકારાનો ૧ કેસ ગ્રામ્ય વિસ્તાર મળીને કુલ ૧ર નવા કેસો નોંધાયા છે. નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૧રર થયો છે. જેમાં ૯૪ એકટીવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ર૮૧૭ દર્દી સ્વસ્થ થયા છે.

(11:26 am IST)