સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st January 2021

ઉના પાસે ચેકિંગમાં દીવથી આવતા વાહનોમાં ૧૭૦થી વધુ લોકો પીધેલ હાલતમાં ઝડપાયા

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૧ :. નજીકના દેલવાડા અને નાલીયા માંડવી પાસે ચેકિંગમાં દિવથી કેફી પીણુ પીને ગુજરાતમાં આવતા પાંચ દિવસ દરમ્યાન ૧૭૦થી વધુ લોકોને પોલીસે પકડી પાડયા હતા.

હાલ નાતાલ અને થર્ટીફર્સ્ટના દરમિયાન ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠીની કડક સૂચનાથી ઉનાના પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરી, પી.એસ.આઈ. રાજ્યગુરૂ, પી.એસ.આઈ. જે.વી. ચુડાસમા, એચ.વી. ચુડાસમા તથા પોલીસ સ્ટાફે નાલીયા માડવી, નગીના ઢોરા પાસે તથા દેલવાડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.

વાહનમાં આવતા તમામ લોકોનું સઘન ચેકીંગ કરતા તા. ૨૫ થી ૩૧ સાંજના ૬ વાગ્યા સુધીમાં ૧૭૦ લોકોને કેફી પીણુ પીધેલી હાલતમાં પકડી ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરેલ છે. જ્યારે નવાબંદર મરીન પોલીસે વધુ ૧૦ કેસ તથા ગીરગઢડા પોલીસે ૧ કેસ કેફી પીણુ પીધેલી હાલતમાં પકડી પાડતા દિવ જતા લોકોમાં ફફડાટ ફેલાય ગયો છે. ચેકીંગ ચાલુ રહેશે તેમ પોલીસ અધિકારીશ્રીએ જણાવ્યુ છે.

(10:09 am IST)