સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 1st January 2018

૪૧-૫૦ લાખના ચેકરિટર્ન કેસના આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી વિસાવદરની કોર્ટ

વિસાવદર તા.૧: અત્રે રૂ.૪૧ લાખ અને ૫૦ હજારના ચેક રીર્ટનના કોર્ટ કેસના આરોપીને કોર્ટે નીદોર્ષ ઠરાવી છોડી મુકતો હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના રહીશ ખેડુત ધીરૂભાઇ રાણાભાઇ ભંડેરીએ પોતાની માલીકીના બે બોરવેલના મશીનોનુ વેચાણ વડીયા તાલુકાના ઢુંઢીયા-પિપળીયા ગામના રહીશ લલીતભાઇ બાબુભાઇ પાનસુરીયાને કરેલ અને તે અંગેનું લખાણ થયેલ તે લખાણ મુજબના રૂ.૪૧ લાખ ૫૦ હજારના બે ચેકો ફરીયાદીને આરોપી લલીતભાઇએ આપેલા, પરંતુ આ બન્ને ચેકો ફરીયાદીએ બેન્કમાં રજુ કરતા ''અપુરતા ભંડોળ'' ના કારણે પાસ થયા વગર પરત ફરેલ તેથી આ અંગે ફરીયાદી ધીરૂભાઇએ વિસાવદર કોર્ટમાં આરોપી લલીતભાઇ વિરૂધ્ધ નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ કરેલ આ કેસમાં ફરીયાદીએ આ બન્ને ચેકો તથા આરોપી સાથે કરેલા બોરવેલની ગાડીના વેચાણના બે કરારો, આરોપી વિરૂધ્ધ વિસાવદર કોર્ટમાં કરેલ ફોજદારી ઇન્કવાયરી કેસ તથા ચેકો રીર્ટન થયાના રીટર્ન મેમો વિગેરે દસ્તાવેજો રજુ કરી તેના સમર્થનમાં સોગંદ પર જુબાની આપેલ, પરંતુ આ કેસની સુનવણી વખતે આરોપી લલીતભાઇ તરફે રોકાયેલા જુનાગઢના ધારાશાસ્ત્રીશ્રી મનોજ દવેએ નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટની તથા કરારના કાયદાની વિવિધ જોગવાઇ અંગે ઉડાણ પૂર્વકની દલીલો કરી તે દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના જજમેન્ટો રજુ કરેલા તેને માન્ય રાખી વિસાવદર કોર્ટે આ કેસના આરોપી લલીતભાઇને નીદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

(9:54 am IST)