Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

કેશોદમાં લવજેહાદની ઘટના : હિન્દુ યુવતિને મુસ્લિમ શખ્સ ભગાડી જતા પોલીસ ફરિયાદ

ઘરમાંથી ૫ લાખ ચોરવામાં પણ સંડોવણી : વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા પોલીસ સમક્ષ રજુઆત

(કિશોરભાઇ દેવાણી-કમલેશ જોષી દ્વારા) કેશોદ,તા.૩૧: કેશોદના આંબાવાડી વિસ્તારમાં રહેતી હિન્દુ પરિવારની યુવતીને મુસ્લિમ શખ્સ ભગાડી ગયાનો લવ જેહાદનો કિસ્સો બહાર આવતા સમગ્ર શહેરમાં ચર્ચાપદ બનેલ છે.

પ્રાપ્ત વિગત મુજબ કેશોદના આંબાવાડી વિસ્તારમાં રહેતી પટેલ પરિવારની એક યુવતિને ખરેડાનો કાસમ હૈદરઅલી નામનો મુસ્લિમ શખ્સ ભગાડી ગયો હોવાની યુવતિના માતાએ પોલિસ ફરીયાદમાં જણાવેલછે.

અરજીમાં પોતાના ઘરમાં ચાર મહિના પહેલા થયેલ ૫ લાખની ચોરીમાં પણ પોતાની દિકરીને ભગાડી જનાર આ મુસ્લીમ શખ્શ સામેલ હોવાની શંકા વ્યકત કરેલછે. પોલીસ દ્વારા મુસ્લીમ શખ્શના ચુંગલમાંથી યુવતીને છોડાવી આ મુસ્લિમ યુવક વિરૂધ્ધ ચોરીની તપાસ કરવા યુવતીના માતાપિતાએ માંગણી કરેલછે.

આ રજૂઆત વખતે યુવતીના માતા પિતા. વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ મેહુલ ભાઇ ગોંડલિયા, શહેરના અગ્રણીઓ રજની ભાઇ બામરોલિયા. ગોવિંદ ભાઇ ડાંગર સહિતના હાજર રહ્યા હતા અને આરોપી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.

(12:57 pm IST)