Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

પોરબંદરમાં ર૩ ડીસે. યુ.કે.થી પહેલા આવેલા ૯૯ નાગરીકોમાંથી ૪ નાગરીકો લાપતાઃ મોબાઇલ સ્વીચ ઓફઃ સરનામા અધુરા

બાકીના ૯પ નાગરિકોના કોરાના ટેસ્ટ કરાયાઃ લાપતા નાગરિકોની આરોગ્ય વિભાગ દ્વારા શોધખોળ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૧ :.. રપ નવેમ્બરથી ર૩ ડીસેમ્બર સુધીના સમયગાળામાં પોરબંદરમાં આવેલા યુ. કે. ના ૯૯ નાગરીકોમાંથી ૪ નાગરીકોની ભાળ મળતી ન હોય આરોગ્ય વિભાગ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોરબંદરમાં યુ. કે. થી આવેલા ૯૯ નાગરીકોમાંથી ૯પ નાગરીકોના કોરોના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે.  જયારે બાકીના ૪ નાગરીકોની ભાળ મળતી નથી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા બાકીના ૪ નાગરીકોના મોબાઇલ સ્વીચ ઓફ આવે છે અને તેઓના પોરબંદરના સરનામા અધુરા હોવાનું ખૂલ્યું છે.

હાલ ભારત સરકાર દ્વારા બ્રીટીશથી ફલાઇટમાં ભારત આવવા ઉપર પ્રતિબંધ છે. ર૩ ડીસેમ્બર પહેલા યુ. કે. થી આવેલા નાગરીકોમાંથી ૯પ ના કોરાના ટેસ્ટ બાદ તેઓને ૧૪ દિવસ હોમ કવોરોન્ટાઇન કરેલ છે. નિયમ મુજબ યુ. કે. થી આવેલા નાગરીકોના કોરાના ટેસ્ટ બાદ તેમના આરટીપીસીઆર રિપોર્ટ કરાવવામાં આવે છે. આ રીપોર્ટ આવ્યા પછી કોરાનાનો અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે.

(12:55 pm IST)