Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

અમદાવાદમાં રીક્ષા ચોરી કરનાર મોરબીમાં ઝડપાયો

મોરબી તા. ૩૧ : અમદાવાદ શહેરમાંથી સીએનજી રીક્ષા ચોરી કરનાર ઇસમને મોરબી એસઓજી ટીમે ઝડપી લઈને અમદાવાદ પોલીસને સોપવાની કાર્યવાહી હાથ ધરી છે.

એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એસઓજી પીઆઈ જે એમ આલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રજીસ્ટ્રેશન નંબર વિનાની રીક્ષા સાથે ચાલક કલ્પેશ ઉર્ફે રતાભાઈ કાળુભાઈ ઉર્ફે કાનાભાઈ મકવાણા (ઉ.વ.૨૩) રહે હાલ ઉમા ટાઉનશીપ સામે મોરબી મૂળ રહે રાજકોટ વાળાને ઝડપ લઈને રીક્ષા અંગે ઈ ગુજકોપ પોકેટ કોપ એપ દ્વારા સર્ચ કરતા રીક્ષા અંગે સરખેજ પોલીસ મથકમાં રીક્ષા ચોરીનો ગુન્હો નોંધાયો હોય જેથી ચોરી થયેલ રીક્ષા કીમત રૂ ૭૦,૦૦૦ નો મુદામાલ કબજે લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

શનાળા ગામની વાડીની ઓરડીમાં જુગાર : ચાર ઝડપાયા

શનાળા ગામની સીમમાં વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોય જે બાતમીને પગલે એ ડીવીઝન પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા રમેશભાઈ પટેલ રહે મોરબી શકત શનાળા, પ્રીતેશ બાબુલાલ પનારા રહે મોરબી ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ, રજનીશભાઈ પ્રાણજીવનભાઈ દેત્રોજા રહે મોરબી રવાપર રોડ વિવેકાનંદનગર અને નૌતમભાઈ ઉર્ફે જગો વિરજીભાઈ ફેફર રહે મોરબી આલાપપાર્ક સોસાયટી એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂ. ૧,૧૫,૮૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:55 pm IST)