Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ભાણવડના વેરાડ ગામે માર્કેટીંગના ઓઠા હેઠળ દુકાનમાં ચાલતો જુગાર ઝડપાયો

ખંભાળિયા,તા. ૩૧: દ્વારકા જિલ્લામાં માર્કેટીંગ એજન્સીના ઓઠા તળે દુકાન ખોલી યાંત્રિક સાધનો વડે જુગાર રમાડવાનું પ્રમાણ દિવસેને દિવસેને દિવસે વધી રહ્યું હોય તેમ વધુ એક જુગાર ભાણવડ તાલુકાના વેરાડ ગામેથી પોલીસે ઝડપી પાડ્યો છે.

વિગત મુજબ ભાણવડના વેરાડ ગામે ટેલીફોની એક્ષચેન્જની બાજુમાં રહેતો રાજદીપસિંહ ભરતસિંહ જાડેજા હોનસેટ માર્કેટીંગ જે યશપાલસિંહ રાજેન્દ્રસિંહ ચુડાસમાનું હોય તેની સાથે મળી બન્ને શખ્સો ભાડાની દુકાનમાં એલઇડી સ્ક્રિન પર આંકડાઓ આધારીત પૈસાનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે ભાણવડ પીએસઆઇ જે.જી.સોલંકી સહિતના સ્ટાફે રેઇડ કરતાં દુકાનમાં જુગાર રમતાં ધીરૂ ઉકા માકડીયા, રાજેશ દામજી સાપરીયા, રાજેશ વશરામ ડઢાણીયા, જેત્ની કાર વાઘેલા, નરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા જુગાર રમાડનાર રાજદિપસિંહ ભરતસિંહ ચુડાસમા રહે. તમામ વેરાડ વાળાને રોકડ ૧૯,૮૦૦ એલઇડી ટીવી સહિત કુલ રૂ. ૫૩,૯૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુરના પીડારામાંથી દારૂથી બોટલ સાથે શખ્સ પકડાયો

કલ્યાણપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન પીંડારા ગામે રહેતો ફીરોઝ હનીફ રીંડાણીના મકાનમાં રેઇડ કરતાં ઘરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ મળી આવતાં આવતા પોલીસે કબ્જે કરી શખ્સ હાજર ન મળી આવતાં પોલીસે ફીરોઝ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(12:53 pm IST)