Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા સ્થાપના દિવસની ઉજવણી

અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તારીખ ૨૮ ડીસેમ્બર ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ના ૧૩૬ માં સ્થાપના દિવસ ની ઉજવણી ના ભાગરૂપે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યક્રમ  યોજાયેલ હતો. ૧૮૮૫માં ઇન્ડિયન સિવિલ સર્વિસ ઓફિસર એલન ઓ.હ્યુમ દ્વારા બ્રીટીશરો થી ભારત ને મુકત કરવા ના વિચાર સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની સ્થાપના કરવા માં આવેલ હતી .તેજપાલ સંસ્કૃત કોલેજ ,મુંબઈ ખાતે ભારત ના ૭૨ પ્રબુદ્ઘ અગ્રણીઓ એ સાથે મળી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની સ્થાપના કરી હતી.વ્યોમેશ ચંદ્ર  બેનર્જી  કોંગેસના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.ભારત ના લોકો ને નાગરિક તરીકે ના હક્કો,બંધારણીય અધિકારો, ભારતના લોકોની હાલતમાં સુધારો કરવા અર્થ તંત્રમાં સુધારો, કરવા કાર્યક્ષમ રીતે કામ કરવા કોંગ્રેસ ની પ્રથમ મીટીંગમાં ઠરાવવામાં આવ્યુ  હતું. કોંગ્રેસ પ્રમુખ તરીકે દાદાભાઈ નવરોજી, બદરુદીન તૈયબજી ,સુરેન્દ્ર નાથ બેનર્જી,ગોપાલ ક્રિશ્ન ગોખલે ,રાસબિહારી ધોષ ,પંડિત મદન મોહન માલવિય ,એન્ની બેસન્ટ ,મોતીલાલ નેહરુ,લાલા લજપતરાય ,અબ્દુલ કલમ આઝાદ મહાત્મા ગાંધી ,સરોજીની નાયડુ , જવાહરલાલ નેહરુ ,સરદાર વલ્લભભાઈ પટેલ,રાજેન્દ્ર પ્રસાદ ,સુભાષ ચંદ્ર બોઝ, ઇન્દિરા ગાંધી, કે.કામરાજ, રાજીવ ગાંધી જેવા મહાનુભાવો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રમુખ પદ ની શોભા માં અભીવૃદ્ઘિ કરેલ હતી. હાલમાં શ્રીમતી સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ના પ્રમુખ તરીકે કાર્યરત છે ભારતીય રાજનીતિમાં કોંગ્રેસ પક્ષનો ગૌરવશાળી ઈતિહાસ રહેલો છે. સ્વતંત્ર ભારત માટે ઙ્કઅંગ્રેજો ભારત છોડો ઙ્ક આંદોલન, દાંડી સત્યાગ્રહ, ૧૯૭૧ નું પાકિસ્તાન સાથેનું યુદ્ઘમાં જીત મેળવી પાકિસ્તાન ના ટુકડા કરી બાંગ્લાદેશનું સર્જન, પંચવર્ષીય યોજનાઓ થકી ભારત નિર્માણ , અને ભારત દેશને શિક્ષણ, વિજ્ઞાન, આરોગ્ય, પ્રશાશનીય સુધારા, જેવા કર્યો કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ છે. અને વિશ્વમાં ભારતનું સન્માન જળવાય તેવા નિરંતર પ્રયાસો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કેવા આવેલ છે.આમ કોંગ્રેસ પક્ષ એક ગૌરવશાળી ઈતિહાસ ધરાવે છે. આ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ સોસા, જી.પ. સદસ્ય અને પૂર્વ બાંધકામ સમિતિ ચેરમેન શ્રી ટીકુભાઇ વરુ, મનીષભાઈ ભંડેરી, જનકભાઈ પંડ્યા અરવિંદભાઈ સીતાપરા, મુઝઝફર હુસેન સૈયદ, નરેશ અધ્યારુ પંકજ રોકડ, હિરેન ટીમાંણીયા, નારણભાઈ મકવાણા આર.બી ગોહિલ,જે.પી.સોજીત્રા,પ્રકાશ લાખાણી સહીતના કોંગ્રેસ અગ્રણીઓ, કોરોના નિયમાનુસાર હાજર રહ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળઃ અમરેલી)

(12:53 pm IST)