Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જુનાગઢમાં ૩૧ ડિસેમ્બરને લઇને પોલીસે કર્યુ બ્રેથએનેલાઇઝર સાથે કડક ચેકિંગ

જુનાગઢ : રેન્જના ડીઆઇજીપી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને જિલ્લા પોલીસવડા શ્રી રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા ૩૧ ડિસેમ્બરને લઇને ખાસ ડ્રાઇવનું આયોજન કરાવ્યું છે અને તમામ મથાણા અમલદારોને કડક કાર્યવાહી કરવા આપેલ સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ શહેરં તેમજ તાલુકાના જુદા જુદા પોઇન્ટ ઉપર વાહન ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં ગત રાત્રે પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી દારૂ પીને વાહન ચલાવતા ઇસમોને પકડવા કાર્યવાહી હાથ ધરેલ ઉપરોકત તસ્વીરમાં બ્રેથ એનેલાઇઝરથી વાહન ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરતા પીએસઆઇ એ.કે.પરમાર સહીતના નજરે પડે છે.  (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ) 

(12:52 pm IST)