Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ફીટ ઇન્ડિયા સાયકલોથોન

જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા ભારત સરકાર દ્વારા આયોજીત ફીટ ઇન્ડિયા સાયકલોથોનમાં ભાગ લીધો હતો. મુખ્ય ઉદેશ હાલ સમયે શારીરિક કસરત ઓછી થઇ ગઇ છે અને માનસીક કસરત વધી છે. તેવા સમયે આ રીતે સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે સાયકલીંગ કરવામાં આવે તો મન અને તન બન્ને તંદુરસ્ત રહે. આ ફીટ ઇન્ડિયા સાયકલોથોન, સ્કૂલો, કોલેજો, સંસ્થાઓ, પંચાયતો, સરકારી સંસ્થાઓ, એનજીઓ વગેરેએ ભાગ લેવાનો હોય છે. આ સાયકલોથોનમાં માન. કુલપતિશ્રી ડો.વી.પી ચોવટીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ડોર સ્ટેડીયમ ખાતેથી કરવામાં આવેલ. જેમાં વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એચ.એમ. ગાજીપરા, કુલસચિવ ડો.પી.એન. ચૌહાણ, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિના નિયામક ડો.વી.આર.માલમ ઉપરાંત કર્મચારીઓ /અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓએ અંદાજે ૧૦૦ જેટલાએ સાયકલીંગમાં ભાગ લીધેલ તેમ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.જી.આર.ગોહિલની યાદી જણાવે છે.

(12:50 pm IST)