Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

લખતરના છારદ અને ઓળક વચ્ચે ત્રિપલ અકસ્માત : ખેતી કામ કરીને ઘેર જતા બે કાર ભટકાતા ટેકટરના બે ભાગ થઇ ગયા

વઢવાણ,તા. ૩૧: લખતર તાલુકાના છારદ અને ઓળક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયોઅકસ્માત સર્જાતા પિતા અને પુત્રને ઇજાઓ થઈ હતી

મળતી વિગત મુજબ ઓળક ગામના રાઠોડ કલાભાઈ ભાણાભાઈ ઉ.વર્ષ આશરે ૫૫ તથા તેમનો પુત્ર રાઠોડ પ્રવીણભાઈ કલાભાઈ બન્ને રાતે ના સમયે વાડી એથી ખેતી કામ કરીને ઓળક ઘર તરફ જઈ રહયા હતા તે દરમિયાન સુરેન્દ્રનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ મારૂતિ સ્વીફ્ટ જ.જે.૧૩.એ.એમ ૪૩૪૯ કાર ઓવરટેક કરતા ટ્રેકટરના પાછળના ટેકટર ટાયર સાથે ભટકતા એસિડેન્ટ સર્જાયો હતો.

અને એની પાછળ આવતી હરિયાણા પરસિંગ એચ.એ.૧૬.વી.૯૮૬૨ નામની અલ્ટો કેટ સાઈડના ગટરમાં ઉતારી ગઈ હતી નર સદભાગે કોઈને ઇજા થઇના હતી સાથે અને સ્વીફ્ટ કાર સાથે ભટકતા ટેકટરના બે ભાગ થઈ ગયા હતા જેમાં અને પિતા પુત્રને ઇજાઓ થતાં ૧૦૮ની મદદથી લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયારે વધુ સારવાર અર્થ સુરેન્દ્રનગર ખાતે ખસેડવમાં આવ્યા હતા.

જયારે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

(11:46 am IST)