Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ઉનાના સોખડાની ર સગીરા સાથે દુષ્કર્મ કેસમાં યુવાનને ૧૦ વર્ષની સજા તથા ૧પપ૦૦નો દંડ

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૩૧ :.. તાલુકાનાં નાથળ ગામનાં યુવાને સોખડાની બે સગીર વયની બાળા સાથે દુષ્કર્મ કરી ફોટા વાયરલ કરી દેવાના ગુનાના આરોપ સબબ ઉનાની સ્પેશ્યલ પોસ્કો કોર્ટ ૧૦ વરસની સખ્ત કેદની સજા તથા ૧પ હજાર પ૦૦ નો દંડની સજા ફરમાવતો ચુકાદો આપ્યો છે.

આ કેસમાં પ-૭-ર૦૧૮ નાં સાત માસ અગાઉ સોખડા ગામની બે સ્ત્રી બહેનો સગીર વયની હતી અને મજૂરી કામે જતી હતી અને સંજય મોહનભાઇ બાંભણીયા રે. નાથળવાળો પણ તેની સાથે મજૂરી કામે જતો હતો અને મિત્રતા કેળવી સંજયે સોખડા ગામના સગીરાને ઘરે ફોન કરી બોલાવી અને બળજબરીથી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરેલ અને અવાર નવાર શારીરિક શોષણ કરતો હતો અને તેમણે મોબાઇલમાં ફોટા પાડેલ તે વાયરલ કરવા ધમકી આપતો હતો. જો આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને ભોગ બનાર સગીરાએ કંટાળી તેના પરિવારને વાત કરતા સગીરાએ ગત તા. પ-૭-ર૦૧૮ ના ઉના પોલીસ સ્ટેશનમાં આરોપી સંજય મોહનભાઇ બાંભણીયા રે. નાથળવાળા સામે ગુનો નોંધાવતા પોલીસે કલમ ૩૭૬, પોસ્ક ની કલમ ૪ અને ૬ ત્થા પ૦૬ (ર) મુજબ ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સગીરાને મેડીકલ તપાસ કરાવેલ હતી.

આ બનાવનો કેસ ઉનામાં આવેલ સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલતા સરકારી વકીલ મોહનભાઇ ગોહીલે ફરીયાદ પક્ષે રહી અને કોર્ટમાં મેડીકલ રીપોર્ટ, રીપોર્ટ પોલીસ અધિકારીની જુબાની ભોગ બનનાર સગીરા ત્થા તેની બહેનની જુબાની વિગેરે ત્થા હાઇકોર્ટના ચુકાદો ટાંકી આરોપીને સખ્તમાં સખ્ત કેદની સજા કરવા માંગણી કરી હતી.

સ્પેશ્યલ પોસ્કો કોર્ટનાં જજ શ્રી ડી. એસ. ત્રિવેદીએ ફરીયાદ પક્ષે તથા આરોપી પક્ષની દલીલો પુરાવા નજરમાં રાખી કેસ સાબીત થતો હોય તેથી આરોપી સંજય મોહનભાઇ બાંભીયા રે. નાથળ વાળાને કલમ ૩૭૬(૧) માં ૧૦ વરસની સખ્ત કેદની સજા ત્થા રૂ. પ હજાર દંડ ત્થા પોસ્કો કલમ (૪) માં  ૭ વરસની કેદ ત્થા રૂ. પ હજાર દંડ પોસ્કો કલમ (૬) માં ૧૦ વરસની સજા ત્થા પાંચ હજાર દંડની સજા ફટકારી હતી. તમામ સજા એક સાથે ભોગવવાની છે. એટલે કુલ ૧૦ વરસ અને રૂ. ૧પપ૦૦ દંડ ભરવાનો રહેશે. આમ ઉનાની સ્પેશ્યલ પોસ્કો કોર્ટએ ર૯ મહિનામાં ચુકાદો આપેલ હતો.

(11:45 am IST)