Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

મોટી પાનેલીમાં તસ્કરોની રંજાક

સીસીટીવી કેમેરા ગોઠવવા માંગણી

મોટી પાનેલી,તા. ૩૧:  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં છેલ્લા આઠેક માસમાં લગભગ બાવીસ જેટલી ચોરીના બનાવ બનવા પામ્યા છે અને સાતિર ચોર દર દોઢ માસ બાદ ચોરી કરી ગાયબ થઇ જાય છે પોલીસની દિવસ રાતની શોધખોળ અને ડિજિટલ માધ્યમની તપાસમાં પણ સાતિર ચોર હાથમાના આવતા પાનેલીના વેપારીઓ અને ગ્રામજનો માં ભારે ભયનો માહોલ છવાયેલો હોય સાતિર તસ્કરો પહેલા રાત્રીના સમય દરમિયાન બંધ દુકાનોમાં જ હાથફેરો કરતા હતા પરંતુ છેલ્લા બનાવમાં બન્ધ દુકાન સાથે બંધ મકાન અને ખેડૂતના વાહનમાં હાથફેરો કરતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હોય જેનેલઈને પાનેલીની સહકારી દૂધમંડળી ખાતે પોલીસ સાથે ગામના વેપારી અગ્રણી અને ગામ આગેવાનોની એક મિટિંગ બોલાવેલ હતી જેમાં પોલીસ દ્વારા વેપારી તેમજ આગેવાનોનું સૂચન માંગવામાં આવેલ અને શાંતિ પૂર્વક બધા સાથે મળીને પાનેલીમાં બનતી ચોરીના બનાવ અટકાવવા અંગે વાત કરેલ જેમાં ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા રાત્રી દરમિયાન હોમગાર્ડ સાથે જીઆરડી ના જવાનો નો પણ બંદોબસ્ત કરવો સાથેજ ગામના રોડ ઉપર પડતા દુકાનદારોના કેમેરા ને યોગ્ય એંગલમાં ગોઠવવા તેમજ ખેતરોમાં બહારથી જે મજૂરો આવે છે તે તમામ ની વિગત પોલીસને આપવી અને જે લોકોના મકાન બંધ હોય લોકો વધારે સમય માટે બહાર જવાનાં હોય તેમના બંધ મકાન ની વિગત એડ્રેસ પોલીસને આપવી તેવી ચર્ચા કરવામાં આવેલ અને પોલીસે ખાત્રી આપેલ કે પોલીસ દરેકે દરેક પાસામાં તપાસ ચલાવી રહી છે જલ્દી ચોરોને પકડી અને પાનેલીમાં ચોરીના બનાવ અટકાવવા એ પોકીસની મોટી પ્રાથમિકતા છે તેવું જણાવેલ.

મિટિંગમાં ભાયાવદર પોલીસ સ્ટેશન ના પીએસઆઇ ગોજીયા સાથે સ્ટાફ તેમજ પાનેલી આઉટ પોસ્ટના જમાદાર મજીઠીયા હાજર રહી બધાની વાત સાંભળી જવાબો આપેલ જેનેલીધે આગેવાનો અને વેપારીઓ માં સંતોસ જોવા મળેલ.આ પ્રશ્નમંચમાં ગામના ઉપસરપંચ બધાભાઇ ભારાઈ અશોકભાઈ પાંચાણી બાલુભાઈ વિંઝુડા મહેન્દ્રભાઈ ભાલોડીયા જતીન ભાલોડીયા રમેશભાઈ મકવાણા કિશોરભાઈ ઝાલાવડીયા ભામાભાઈ રબારી રમેશભાઈ માખેચા વિનુભાઈ ઘોડાસરા અનિલભાઈ રતાભાઈ ફિનડોરીયા વેપારી ઉપપ્રમુખ હરેશભાઇ તન્ના હાજર રહી પોલીસ સાથે સવાલ જવાબ કરેલ.અને ઉમ્મીદ રાખી પોલીસને ચોરીના બનાવમાં થી જલ્દી છુટકારો અપાવવા રજુઆત કરેલ.

(11:44 am IST)