Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

સિક્કા, જામનગર, કાલાવાડ, લતીપર જામજોધપુરમાં દારૂ સાથે પાંચ ઝડપાયા

જામનગર, તા.૩૧: સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, શાપર પાટીયા પાસે આરોપી હરીશભાઈ અમરાભાઈ જાખર, રંગાપર ગામ, વાડી વિસ્તારમાં બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. મયુરસિંહ ચંન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, બેરાજા ગામે સ્કુલ સામે આરોપી આમીરભાઈ આલીભાઈ આદમાણી, દારૂની કંપની શીલબંધ બોટલ નંગ–૧૦, કિંમત રૂ.૪૦૦૦/– ની રાખી ઝડપાઈ ગયેલ છે.

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજદિપસિંહ કિશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જામવાડી થી કૃષ્ણગઢ જવાના રસ્તે આરોપી મહેશભાઈ નારણભાઈ કરંગીયા, દારૂની મેકડોનાલ્ડ નંબર–૧ ઓરીજનલ ૭પ૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવીભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર દિ.પ્લોટ–૪૯ રોડ મામા  સાહેબના મંદિર પાસે આરોપી વસીમ ઉર્ફે સોનુ અલીભાઈ આરબ, હશનભાઈ અલીભાઈ ગોરી, બોટલ નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– ની રાખી ઝડપાઈ ગયેલ છે. દારૂનો જથ્થો પુરો પાડનાર આરોપી જીગર ઉર્ફે રવી મનસુખભાઈ નાખવા ફરાર થઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદીપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગર દિ.પ્લોટ–૪૯ રોડ પાસે આરોપી પૃથ્વીરાજસિંહ મોહબતસિંહ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી ઝડપાઈ ગયેલ છે. દારૂ પુરો પાડનાર આરોપી પરેશ ઉર્ફે પરીયો અરવિંદભાઈ ધોકીયા ફરાર થઈ ગયેલ છે.

ધ્રોલ  પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદેવસિંહ જગતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, લતીપર ગામ સંઘીવાસમાં આરોપી અબ્બાસ ઉર્ફે સફલો આમદભાઈ ઠેબા દારૂના ચપટા નંગ–ર કિંમત રૂ.ર૦૦/– ની રાખી ઝડપાઈ ગયેલ છે.

(11:40 am IST)