Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ઠાર-બર્ફીલા પવનનો સપાટો : ગિરનાર-૩.ર, નલીયા-પ ડીગ્રી

સતત પાંચમાં દિવસે સૌરાષ્ટ્ર-કચ્છમાં ટાઢોડુ યથાવતઃ કેશોદ-૭.૬, જુનાગઢ-૮.ર રાજકોટ-૮.૮, સુરેન્દ્રનગર-૧૦ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ, તા. ૩૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ટાઢોડુ યથાવત છે અને મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે કડકડતી ઠંડીનો માહોલ યથાવત રહેતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.

આજે ગુજરાત રાજયમાં સૌથી વધુ ગિરનાર પર્વત ઉપર ૩.ર, કચ્છના નલીયામાં પ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જયારે કેશોદમાં ૭.૬, રાજકોટમાં ૮.૮, સુરેન્દ્રનગરમાં લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રી નોંધાયું છે.  રવિવારથી શરૂ થયેલ કડકડતી ઠંડી આજે સતત પાંચમાં દિવસે યથાવત રહેતા લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે અને ઠાર તથા બર્ફીલા પવનનો સપાટો બોલી ગયો છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાવગઢ : સોરઠમાં બે દિવસથી કાતિલ ઠારે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. આજે ગિરનાર પર્વત ખાતે લઘુતમ તાપમાન ઘટીને ૩.ર ડીગ્રી નોંધાતા હાડ થીજાવતી ઠંડી અનુભવાઇ હતી.

ગઇકાલે સોઠરનું લઘુતમ તાપમાન ૧૦.પ ડીગ્રી નોંધાયા બાદ આજે તાપમાન ઘટીને ૮.ર ડીગ્રી નોંધાયું હતું. જેના કારણે જુનાગઢ સહિતના વિસ્તારમાં આજે પણ તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું.

જૂનાગઢના ગિરનાર પર્વત પર સવારનું તાપમાન ૩.ર ડીગ્રી નોંધાયું હતું. આજે ફરી ગિરનાર વિસ્તારમાં ઠંડી વધતા સમગ્ર પર્વત વિસ્તાર ઠંડોગાર થઇ ગયો હતો.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૬૪ ટકા રહ્યું હતું. ભેજ વધતા ઠારનું સામ્રાજય છવાય ગયું હતું. સર્વત્ર પવનની પ્રતિ કલાકની ઝડપ ૬.૬ કીમીની રહી હતી.(૮.૬)  

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ

તાપમાન ડિગ્રી

અમદાવાદ

૧૨.૪

,,

ડીસા

૮.૩

,,

વડોદરા

૧૨.૬

,,

સુરત

૧૪.૮

,,

રાજકોટ

૮.૮

,,

ગિરનાર પર્વત

૩.૨

,,

કેશોદ

૭.૬

,,

ભાવનગર

૧૨.૧

,,

પોરબંદર

૧૨.૮

,,

વેરાવળ

૧૨.૨

,,

દ્વારકા

૧૪.૨

,,

ઓખા

૧૬.૪

,,

ભુજ

૧૦.૦

,,

નલીયા

૫.૦

,,

સુરેન્દ્રનગર

૧૦.૦

,,

ન્યુ કંડલા

૧૦.૩

,,

કંડલા એરપોર્ટ

૯.૪

,,

અમરેલી

૧૦.૮

,,

ગાંધીનગર

૧૦.૦

,,

મહુવા

૧૩.૯

,,

દિવ

૧૨.૨

,,

વલસાડ

૧૧.૦

,,

જૂનાગઢ

૮.૨

''

વલ્લભ વિદ્યાનગર

૧૧.૭

,,

(11:39 am IST)