Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

કોડીનારના ૩ ને એએસટી અને ૧૦ પોલીસને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન

કોડીનાર, તા., ૩૧: ગીર-સોમનાથ જિલ્લામાં મોટા પાયે પોલીસ કર્મીઓને બઢતી મળેલ છે. જેમાં કોડીનાર પીએસઓની ફરજ બજાવતા રમેશભાઇ દેવસીભાઇ વાઢેલ, ડી સ્ટાફના વિજયભાઇ વીરાભાઇ પરમાર તથા વડનગર બીટના ભરતભાઇ બચુભાઇને એએસઆઇનું પ્રમોશન મળેલ છે. જયારે અજીતભાઇ ભગવાનભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ભુપતભાઇ, પ્રતાપભાઇ અરજણભાઇ, સુનીલભાઇ કરશનભાઇ વોઢળ, અભેસીંગભાઇ ભગવાનભાઇ ચૌહાણ, ભીખાભાઇ પઢીયાર, પ્રતાપભાઇ ઘેલાભાઇ ડોડીયા, હંસાબેન દુદાભાઇ, અસ્મીતાબેન મોહનભાઇ, અનીતાબેન નારણભાઇ સહીતનાં પોલીસ કર્મી.ઓને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળેલ છે. કોડીનાર પોલીસ સ્ટેશનના પોલીસ ડાંગર પીએસઆઇ માળી સહીતના સ્ટાફે સહુને શુભેચ્છાઓ આપેલ હતી.

(11:36 am IST)