Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

સાવરકુંડલામાં જેસર રોડની મરામત કરવા રજૂઆત

 સાવરકુંડલા : જેસર રોડથી કુદરતી ઉપચાર કેન્દ્ર સુધીનો રોડ અતિ ભયંકર હાલતમાં છે. અમરેલી રોડ પર એસ્સાર પેટ્રોલ પંપથી નવી બનેલ ન.પા. સુધી રોડ ગંભીર હાલતમાં છે. મોટી ગૌશાળાથી નાવલી પોલીસ ચોકી સુધીનો રોડ પણ કેએચબી જ દયનીય હાલતમાં છે. રિધ્ધિ સિધિધ ચોકથી ટાઉન પોલીસ સ્ટેશન સુધીનો રોડ ખૂબ ખરાબ હાલતમાં છે. મોળા નળથી સંઘેડીયા સુધીનો રોડ ખરાબ હાલતમાં છે. નાવલી નદીથી મેઇન બજાર થઇ દેવળા ગેટ સુધીનો રસ્તાઓ જ કફોડી હાલતમાં છે. શહેરના ઘણા બધા રોડ રસ્તાઓ ખરાબ હાલતમાં છે તો આ રોડ રસ્તાઓથી સામાન્ય નાગરીક અને સાવરકુંડલાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. આપના તાલુકા પ્રમુખ ભરતભાઇ નાકરાણી દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી તે તસ્વીર. (તસ્વીર : ઇકબાલ ગોરી, સાવરકુંડલા)

(11:20 am IST)