Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

ધોરાજીના પ્લાસ્ટિક ઉદ્યોગોનો ખર્ચ નવી સોલાર પાવર પોલીસીથી ઘટશે : પ્લાસ્ટિક એશો. પ્રમુખ

ધોરાજી તા.૩૧ : નવી સોલાર પાવર પોલીસીથી ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગને ૧૭ થી ૨૦ ટકા સુધી પોડસન ખર્ચ ઘટવાની ધારણા પ્લાસ્ટિક એશો. પ્રમુખ દલસુખભાઇ વાગડીયાએ જણાવેલ છે.

ધોરાજી અને આજુબાજુમાં આવેલ ઉપલેટા જામકંડોરણા સહિતના પ્લાસ્ટીક ઉદ્યોગકારો અને રીસાયકલીંગ પ્રોશેસના અંદાજીત ૬૦૦ થી વધુ અંકમાં આવેલ છે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવેલ નથી. સોલાર પાવર પોલીસીને ધોરાજી પ્લાસ્ટીક એશો.ના પ્રમુખ દલસુખભાઇ વાગડીયા અને હોદ્દેદારોએ આવકારેલ અને આ સોલાર પોલીસીથી મોટો ફાયદો થશે.

રીપ્લાસ્ટીક ઉદ્યોગકારોને વિજળીનો ખર્ચ બચશે અને ગ્રીન એનજીનો મહતમ ઉપયોગ કરી પર્યાવરણને બચાવી શકાય ઉત્પાદન ખર્ચ ઘટશે અને ઉદ્યોગકારોને અંદાજીત યુનિટે ૩ થી પ રૂપિયાનો ફાયદો મળી શકશે અને નવી પોલીસીથી ધોરાજી ઉપલેટા જામકંડોરણાના ઉદ્યોગ જગતને મોટો ફાયદો થશે અને આ પોલીસીને આવકારેલ હતી.

(11:20 am IST)