Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

માળીયાથી વડાળાનો રોડ અતિ બિસ્માર

 માળિયા હાટીનાઃ માળીયા હાટીનાથી વડાળા અવાનીયા અજાબ કેશોદ માટેનો જુનો ડામર રોડ મેઘલ નદીના બેઠા પુલ ઉપરથી વડાલા જવા માટેનો બે કિલો મીટરનો ટંૂકો ડામર રોડ નદીનાં સામાં કાંઠાથી બે કીમીનો રોડ અતિ બિસ્માર અને અતિ ખખડધજ બની ગયો છે આ રોડ લગભગ બે દાયકાથી વીસ વીસ વરસથી બનાવેલ નથી. આ રોડ ઉપર મોટા મોટા ગાબડા ખાડા પડી ગયા છે. અહીંથી રોજ અનેક નાના મોટા વાહનો પસાર થયા છે. વાહન ચાલકો ત્રાહીમામ પોકારે છે. બે કીમીના અંતરમાં અનેક લાંબા લાંબા અને મોટા મોટા ખાડા ખબડા જોવા મળે છે. તો બે કીમીનો આ ડામર રોડ નવેસરથી બનાવવાની મુસાફરોની ઉગ્ર માંગણી છે. તસ્વીર અતિ બિસ્માર રોડની છે.

(10:24 am IST)