Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

વિરનગર પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં પિતા-પુત્રને ઇજા

(કરશન બામટા દ્વારા)આટકોટ,તા. ૩૧: વીરનગર પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં જેમાં પુર ઝડપે આવી રહેલી કારે બાઈક સવાર બંને બાપ દીકરાને હડફેટે લીધા હતા બંનેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા.

વીરનગર પાસે કેટા ફોર વ્હીલર પુર ઝડપે આવતી બાઈક ચાલકને હડફેટે લીધા  વીર નગર પાસે આજે, ફોર વ્હીલ ચાલકે બાઈક ચાલક હરેશભાઈ પ્રેમજીભાઈ રાદડિયા તેમજ તેમનો પુત્ર મહાદેવ હરેશભાઈ રાદડિયા બંનેને ફોર વ્હીલ ચાલકે હડફેટે લીધા હતા જેમને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા હરેશભાઈ પોતાની વાડી તરફ જતા હતા.

(10:23 am IST)