Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જેતપુર જામકંડોરણા વિધાનસભા મત વિસ્તારના પંચાયત હસ્તકના ૨૩ રસ્તાઓના રૂ. ૧૫.૪૧ કરોડના કામો મંજુર કરાવતા જયેશ રાદડીયા

જેતપુર-ધોરાજી-જામકંડોરણા,તા. ૩૧: જેતપુર જામકંડોરણા મત વિસ્તારના ધારાસભ્ય અને યુવા મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા પ્રજાની સુખાકારી માટે સતત કાર્યરત રહી અથાક પ્રયત્નો અને સતત રજુઆતના પરિણામે રાજ્ય સરકાર દ્વારા સાત વર્ષથી વધુ સમયથી રીકારપેટ ન થયેલ હોય તેવા પંચાયત હસ્તકના ૨૩ રસ્તાઓના રૂ. ૧૫.૪૧ કરોડના કામો મંજુર કરી જોબ નંબર આપવામાં આવેલ છે. જેમાં જેતપુર તાલુકાના એન.એચ.ટુ કાગવડ ખંભાલીડા રોડ જોઇનીંગ દેરડી લીલાખા રોડ ૩૨૦ લાખ, એન.એચ.ટુ સેલુકા રબારીકા રોડ ૧૨૦ લાખ, અકાળા ચોકી રોડ ૪૫ લાખ, લુણાગરી ઉમરકોટ એપ્રોચરોડ (નોન પ્લાન) ૪૫ લાખ, રબારીકા પ્રેમગઢ રોડ (નોન પ્લાન) ૯૭.૫૦ લાખ, કેરાળી એપ્રોચરોડ જોઇનીંગ રબારીકા પ્રેમગઢ રોડ (નોન પ્લાન) ૪૫ લાખ, કેનાલથી જીથુડી હનુમાન એપ્રોચરોડ ૧૫ લાખ, રેશમડીગાલોળ ચારણ સમઢીયાળા રોડ ૪૫ લાખ, અકાળા હડમતીયા રોડ ૪૫ લાખ, એન.એચ.થી ઉમરાળી એપ્રોચરોડ ૧૫ લાખ, અમરાપર ચારણસમઢીયાળા રોડ ૩૦ લાખ, કાગવડ ભંડારીયા રોડ ૮૫ ોાખ નેશનલ હાઇવે પીઠડીયા ટોલ પ્લાઝા ટુ કાગવડ ખોડલધામ મંદિર રોડ ૬૦ લાખ, તેમજ જામકંડોરણા તાલુકામાં એન.એચ.થી રાયડી રોઘેલ રોડ ૧૨૦ લાખ, ખાટલી ખજુરડા રોઘેલ અડવાળ રોડ (સેકશન ખાટલી ખજુરડા રોડ ૮૬.૨૫ લાખ, એન.એચ.થી આંચવડ હરીયાસણ રોઘેલ રોડ ૧૨૦ લાખ, એન. એચ.થી નાગબાઇ ધારથી હરીયાસણ એપ્રોચ રોડ ૫૪ લાખ, બરડીયા ચિત્રાવડ રોઠ ૨૨.૫૦ લાખ, સાજડીયાળી મેસપર રોડ ૩૭.૫૦ લાખ, બરડીયા થોરાળા રોડ ૩૦ લાખ, એન.એચ.થી થોરડી એપ્રોચરોડ ૧૨ લાખ, ગુંદાસરી બરડીયા રોડ ૪૬.૫૦ લાખ, બાલાપર ખાટલી રોડ ૪૫ લાખ મંજુર કરવામાં આવેલ છે.

જયેશભાઇ રાદડીયાની સફળ રજુઆતથી જેતપુર જામકંડોરણા તાલુકાના રોડના કામો મંજુર થતાં ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, સરપંચો અને પદાધિકારીઓ દ્વારા મંત્રીની આ જાગૃત ધારાસભ્ય તરીકેની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવેલ છે.

(11:14 am IST)