Gujarati News

Gujarati News

News of Thursday, 31st December 2020

જામજોધપુરના ગોપ પાસેથી ૭ હથિયારો સાથે બે શખ્સો ઝબ્બે

યુ-ટયુબના સહારે અપંગની સ્ટિક જેવું એક શસ્ત્ર બનાવ્યું છે .. જે જોતા ફિલ્મ.. વિજય પથ.. યાદ આવી જાય..: જીણાવારીનો મનસુખ કારેણા અને રાણાવાવના રાજસી ઓડેદરાને સવા લાખની મુદ્દામાલ સાથે જામનગર એલસીબીએ ઝડપી લીધાઃ સપ્લાય કવા આવેલ : અગાઉ પણ શસ્ત્રો વેંચેલા છે

જામજોધપુર ના ગોપના પાટિયા પાસેથી એલસીબીએ હથિયારના જથ્થાની ડીલેવરી થાય તે પહેલા જ બે શખ્સોને ૭ હથિયારો તેમજ પાર્ટી સહિત૧.૨૫લાખના મુદ્દામાલ સાથે ૨ શખસોને ઝડપી પડ્યા હતા.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

જામજોધપુર-જામનગર,તા. ૩૧: જામનગરની એલસીબીએ હથિયારો સાથે બે શખ્સોને ઝડપી પાડયા છે ત્યારે ટેકનોલોજીના માધ્યમથી યુ-ટયુબના સહારે અનોખું હથિયાર બનાવ્યું જેને જોઈને વિજયપથ ફિલ્મ આવી જાય... કારણ કે જે હથિયાર બનાવ્યુ છે. જેનો ઉપયોગ જો કોઈ વીઆઈપીને નિશાને લેવા માટે આસાનીથી થઇ શકે તેવું બનાવવામાં આવ્યું છે.જામનગર શહેર અને જીલ્લામાંથી હથિયારો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે, તાજેતરમાં જ હથિયારોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સાત જેટલા હથિયારોનો જથ્થો પકડવામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે, ઝડપાયેલા હથિયારોમાં એક હથિયાર તો એવું છે કે જેનેયુ-ટયુબના સહારે બનાવાયેલું અપંગો ચાલે તેવી સ્ટીકમાથી ફાયરિંગ કરી શકાય તે પ્રકારનું અલાયદું ભેજુ માર્યું હતું. અપંગની સ્ટીક જેવા લાગતા આ હથિયારનો ઉપયોગ કોઈ vip બંદોબસ્તમાં આસાનીથી નિશાને લેવા માટે થઇ શકે તેવો હોવાનું પોલીસનું માનવું છે.

આ અંગે પત્રકારોને માહિતી આપતા જામનગર ગ્રામ્યના ડીવાયએસપી કુણાલ દેસાઈ કે જણાવ્યું હતું કે એલસીબીની ટીમને આ મોટી સફળતા મળી છે. એસ.પી. દીપન ભદ્રનના આવતા જ ગુન્હેગારોમા ફફડાટ ફેલાયો છે. ત્યારે ગુજસીટોકના ગુન્હા બાદ ગેરકાયદે હથિયારો ઝડપવામાં પોલીસને સફળતાઓ મળી રહી છે. ત્યારે જામનગર એલ.સી.બી. ઇન્ચાર્જ પી.એસ.એસ એસ નિનામાની સૂચનાથી એલ.સી.બી. સ્ટાફના પીએસઆઇ બી એમ. દેવમુરારી તથા આર.બી.ગોજીયા તેમજ એલસીબીના સ્ટાફ દ્વારા બાતમીના આધારે જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટીયે આવેલ બસ સ્ટેન્ડની છાપરી પાસે આરોપી મનસુખ કારેણા હથિયાર સપ્લાય કરવા રાજશે મેરને આવવાનો છે. તેથી રેઇડ કરી હતી.

હથિયારોની ડિલિવરી માટે આવેલા જામજોધપુર પંથકના જીણાવારીના અને હાલમાં સુરત વસતા મનસુખ હરજી કારેણા ને દબોચી લેતા તેના કબ્જામાથી ૩ પિસ્ટલ,૧ રીવોલ્વર તથા ૬ કાર્ટીસ મળી ૧.૨૫ લાખના હથિયારો ઉપરાંતપોરબંદરના રાણાવાવના રાજશી માલદે ઓડેદરાના કબજામાંથી ૨ પીસ્ટલ, ૧ ગન તથા ૧ કાર્ટીસ મળી રૂપિયા ૬૦,૧૦૦/-ના હથિયારો સાથે પકડી પાડવામાં આવ્યા છે.એલસીબી એ મનસુખ કારેણા આ હથિયાર રાજશી માલદે મેરને વેચાણ કરવા આવ્યો હતો તે દરમ્યાન જ બન્ને ઝડપી પાડ્યા હતા.હથિયારો સપ્લાય કરવા આવેલા મનસુખ હરજી કારેણાએ અગાઉ સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદ્રા રહે.આદિત્યાણા વાળાને ગેરકાયદેસર હથિયાર વેચાણ કર્યા હતા. અને અગાઉના અલગ અલગ ગુન્હામાં પણ નાસતો ફરતો હતો. અને તે અગાઉ લુંટના ગુન્હામાં પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. હથિયાર લેવા આવનાર રાજશી ઓડેદરા પણ અગાઉ રાણાવાવમાં મારા મારીના ૨ ગુન્હામાં સંડોવાયેલ છે.

હથિયારોના જથ્થા સાથે ઝડપાયેલા આ બન્ને આરોપીઓએ આ હથિયારથી કોઇ ગુન્હો કરેલ છે કે, કેમ? કે પછી આ હથિયારો અન્ય કોઇને આપેલ છે. કે કેમ? તે દિશામાં વધુ તપાસ હાથ ધરાઈ છે.

(11:11 am IST)