Gujarati News

Gujarati News

News of Tuesday, 31st December 2019

ગોંડલ નગરપાલિકાના સભ્ય સહિત સાત શખ્સો જુગાર રમતા પકડાયા

સંદીપ રાવલ તેના મકાનમાં જુગાર રમાડતો'ત : પોલીસ ઉપર ભલામણોની ધોધ વછુટી પણ કાયદેસરની કાર્યવાહી કરાઇ

ગોંડલ, તા. ૩૧ : સહજાનંદનગરમાં જુગારના હાટડા પર રેઇડ કરી જુગાર રમતા નગરપાલિકાના સભ્ય સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતા. આ જુગારની રેઇડના પગલે પોલીસ પર ભલામણોની ધોધ વછુટી હતી, પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના સહજાનંદ નગરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેકટર ઝાલા, પ્રતિપાલસિંહ જેઠવા, દિવ્યેશભાઇ ગોહિલ, જયંતિભાઇ સોલંકી, મહેશભાઇ પરમાર તેમજ રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા સહજાનંદનગર ગરબી ચોક પાસે સંદીપ રમેશભાઇ રાવલના મકાનમાં દરોડો પડાતા જુગાર રમતા મકાન માલિક સંદીપ રાવલ, ગોંડલ નગરપાલિકાના સદસ્ય અજયસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ (રહે. રઘુવીર સોસાયટી-ગોંડલ) તેમજ કલ્પેશ નરસિંહભાઇ પરમાર, જયદીપસિંહ અરવિંદસિંહ ઝાલા, શૈલેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્ર ભીમજીભાઇ વાળા તેમજ ચિરાગ મહેન્દ્રભાઇ રાવલને પોલીસે રોકડા રૂપિયા તેમજ ૪ મોબાઇલ મળી કુલ રૂપિયા ર૦રપ૦ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:23 am IST)